મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા)

 

ખાંભા હોમગાર્ડઝ સભ્યો પોલીસની મદદમાં કાયદો અને વ્યવસ્થા તેમજ ધાર્મિક તેમજ વી.વી.આઇ.પી. બંદોબસ્ત તેમજ ચૂટંણી જેવી અગત્ય ની ફરજો ઉપરાંત કુદરતી અને માનવ સર્જિત આપત્તિ વેળાએ ખભે ખભા મેળવી નિષ્કામ સેવા કરી રહ્યા છે

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકા હોમગાર્ડઝ યુનિટના હોમગાર્ડ જવાનશ્રી કિશોર એમ. વિસાણીનાં પુત્રીના લગ્નપ્રસંગે કલ્યાણ નિધિ માથી સહાય ચેક અર્પણ કરાયો ડાયરેક્ટર જનરલ સાહેબ શ્રી ગુજરાત રાજ્ય હોમગાર્ડઝ અમદાવાદ દ્વારા મંજૂર કરાતાં અમરેલી જિલ્લા હોમ ગાર્ડઝ કમાન્ડન્ટશ્રી અશોક જોષીનાં હસ્તે ચેક અર્પણ કરવામાં આવેલ.

આ તકે ખાંભા તાલુકા પંચાયત (પૂર્વ) પ્રમુખ કમળાબેન બોદર, અગ્રણી મુનાભાઈ કામલિયા, અમરેલી જીલ્લા સ્ટાફ ઓફિસર જનસંપર્ક અમીતગીરી ગોસ્વામી, ખાંભા હોમગાર્ડઝ ઓફિસર દેવરા, ડેડાણ ઓફિસર કચ્છી, સાપરીયા, મહેતા, રાજુભાઇ તથા ઓફીસ સ્ટાફ અને એન.સી.ઓ., વગેરે હાજર રહેલ તેમ અમિતગિરિ ગૌસ્વામી, સ્ટાફ ઑફિસર જનસંપર્ક જીલ્લા હોમ ગાર્ડ અમરેલીની યાદી જણાવે છે.

 

 

રિપોર્ટર:- હિરેન ચૌહાણ