ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેઓ 19 મીએ જામનગર ખાતે પણ ઉપસ્થિત રહેશે ત્યારે રેન્જ આઈજી સંદીપસિંઘ તેમજ જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુંની આગેવાની હેઠળ પીએમ કોન્વોય માટેનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. પીએમ મોદી જામનગર ખાતે પધારવાના છે ત્યારે તેમના આગમનને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તેમની સુરક્ષાને લઈ સૌરાષ્ટ્ર પોલીસનો કાફલો ખડકી દેવાયો છે. આખું જામનગર કિલ્લેબંધીમાં તબદીલ કરી નાખવામાં આવ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઇને જામનગરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ૭ આઇપીએસ , ૨૨ ડીવાયએસપી , ૬૦ પીઆઈ અને ૧૫૦ પીએસઆઈ સહિત સૌરાષ્ટ્રભરનો પોલીસ કાફલો ખડકી દેવાયો છે તેમજ સ્થાનિક અને રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ જામનગર પહોંચી છે

 

જામનગરમાં ગોરધનપર ખાતે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડીશિનનું પીએમ મોદી કરાશે ખાતમુહૂર્ત ….સંયુક્ત રાષ્ટ્રનું પ્રથમ આઉટ પોસ્ટ સેન્ટરની સ્થાપના જામનગરમાં થશે …..

 

રિપોર્ટ: સંજીવ રાજપૂત