સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરે ચેત્રીપૂનમેં માનવ મહેરામણ ઉમટી પડ્યું
(મંદિર પ્રશાસન ની અદભુત વ્યવસ્થા ભોજન પ્રસાદ દર્શન પૂજન અર્ચન મહાયજ્ઞ દર્શનાર્થી ઓમાં ખુશી નો માહોલ)
દામનગર પાસે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરે દર્શનાર્થીઓ ભાવિકો પદયાત્રી ઓનો અવિરત પ્રવાહ બે વર્ષ ના લાંબા લોકડાઉન બાદ ભુરખિયા હનુમાનજી ના સાનિધ્ય માં યોજાયેલ ચેત્રી પૂનમ ના મેળા માં જન મેદની ઉમટી ઠેર ઠેર પદયાત્રી ભાવિકો માટે ચા પાણી શરબત આઇસ્ક્રીમ ફ્રુટ સહિત અલ્પહાર ની સ્વૈચ્છિક સંસ્થાઓ સંગઠનો દ્વારા ખડેપગે રહી સેવા કરી મંદિર પ્રશાસન અને વહીવટી તંત્ર ની અવિરત સેવા ભુરખિયા ગામજનો સ્વંયમ સેવક તરફ થી દર્શનાર્થીઓ ભાવિકો માટે અવિરત સેવા શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પ્રશાસન ની દુરંદેશી ત્રણ દિશા એ અલગ અલગ પાર્કિગ વ્યવસ્થા ભોજન પ્રસાદ દર્શન પૂજન અર્ચન મહાયજ્ઞ સાથે ચેત્રીપૂનમ હનુમાજી જ્યંતી નો ભવ્ય ઉત્સવ ઉજવતા ભાવિકો તા૧૫/૪/૨૨ ની રાત્રે ૧૦-૦૦ કલાકે પદયાત્રી ઓની દરેક દિશા એથી પ્રવાહ શરૂ થયો જે આજે તા.૧૬/૪/૨૨ ની રાત્રી ૧૨-૦૦ કલાક સુધી અવિરત શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર તરફ શરૂ રહેશે ધોમધખતા તાપ માં પણ દાદા ના ચરણો માં શીશ ઝુકાવવા ભાવિકો પુરા શ્રધ્ધાભાવ થી પદયાત્રા કરી ને કર્યા દાદા ના દર્શન મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર ની સતત હાજરી આરોગ્ય પાણી રોડ રસ્તા ટ્રાફિક નિયમન ભોજન પ્રસાદ દર્શન પૂજન અર્ચન માટે ઉત્તમ સુવિધા ભાવિકો માટે આશીર્વાદ રૂપ રહી લાખો ભાવિકો એ દર્શન કર્યા હજારો ભાવિકો એ મહાપ્રસાદ ગ્રહણ કર્યો અભિભૂત ને આફરીન કરતી મંદિર ટ્રસ્ટ પ્રશાસન ની વ્યવસ્થા કોઈ પણ અવ્યવસ્થા નહિ સુંદર સુવિધા સાથે ભવ્ય રીતે શ્રી હનુમાન જ્યંતી ની ઉજવણી કરવામાં આવી હતી.
રિપોર્ટર:- હિરેન ચૌહાણ