*જામનગર એરફોર્સ ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીનું ઉષ્માભર્યું કરાયું સ્વાગ
જામનગર, ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી ગુજરાતની મુલાકાતે પધાર્યા છે.તેઓ દ્વારકા જગત મંદિર ખાતે દર્શનાર્થે જઈ રહ્યા છે ત્યારે જામનગર એરફોર્સ ખાતે તેઓએ ટૂંકું રોકાણ કર્યું હતું.
જ્યાં ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજયકક્ષા મંત્રીશ્રી આર.સી.મકવાણા, કોમોડોર શ્રી મારવાહા, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનિયારા, એર કોમોડોરશ્રી સોંધી, કલેકટર શ્રી ડો.સૌરભ પારઘી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રપતિશ્રીને આવકારી ઉષ્માપૂર્ણ સ્વાગત અને અભિવાદન કર્યું હતું.