અંબાજી ખાતે ખેમીબા મહારાજ અને મગન મહારાજ નિર્વાણ દિને ભક્તો દ્વારા ભજન કીર્તન કરવામાં આવ્યું.

અંબાજી: શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ખાતે મા અંબાના મંદિર સિવાય વિવિધ ભગવાનના મંદિર આવેલા છે. અંબાજી ખાતે વિવિધ સંતોના આશ્રમ પણ આવેલા છે. અંબાજી પોલીસ સ્ટેશન સામે બાલાજી નગર માં વર્ષોથી મગનરામ મહારાજ અને ખેમીબા મહારાજ નો આશ્રમ પણ આવેલો છે. આજે 31 માર્ચ હોય ખેમીબા મહારાજ નિર્વાણતિથિ ના દિવસે આશ્રમ પર મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને મગન રામ મહારાજ અને ખેમીબા મહારાજને યાદ કર્યા હતા.

અંબાજી પોલીસ સ્ટેશન સામે બાલાજી નગર મા મગન મહારાજ અને ખેમીબા મહારાજ નો આશ્રમ આવેલો છે.42 વર્ષ અગાઉ મગન મહારાજ સ્વર્ગધામ જતા તેમની સમાધી કોટેશ્વર ખાતે બનાવવામા આવી હતી જ્યારે 11 વર્ષ અગાઉ ખેમીબા નુ અવસાન થતા તેમની સમાધી તેમના આશ્રમ ખાતે બનાવવામા આવી હતી. દર ગુરૂવારે સાંજે અહી ભક્તો દ્વારા ભજન કીર્તન કરવામાં આવે છે. ખેમીબા જ્યાં સુધી જીવ્યા ત્યા સુધી કોઈના ઘરે માંગવા ગયા ન હતા અને ગુરૂ મહારાજ ની કૃપા થી તેમના ભકતો ખૂબ ઉચ્ચ સ્થાને નોકરી કરી રહ્યા છે.:- આ મહારાજ આવ્યા આજે :- 1.કોટડી નિવાસી પરથીરામ મહારાજ. 2.સૌરાષ્ટ્ર થી મધુરમ મહારાજ. 3.રાજસ્થાનથી મનસારામ મહારાજ. 4.ભગજીભાઈ મહારાજ5.અંબાજી સર્વ ભક્ત મંડળ ના ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભક્તો માટે ભોજન પ્રસાદી સારાભાઈ વાળી ધર્મશાળા મા યોજાયું હતું જ્યારે રાત્રે ભજન મંડળીઓ દ્વારા ભજન કીર્તન કરવામાં આવ્યા હતા.