ગાંધીનગર ખાતે મોંઘવારી મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો.

ગાંધીનગર: ગાંધીનગર ખાતે મોંઘવારી મુદ્દે કોંગ્રેસ દ્વારા સત્યગ્રહ છાવણી ખાતે વિરોધ કરવામાં આવ્યો.. પેટ્રોલ ડિઝલમાં સતત વધારાને લઈને કોંગ્રેસ દ્વારા નારા લગાવી વિરોધ કર્યો.. ગેસના બાટલા તેમજ બાઈક લઈને વિરોધ કર્યો હતો. કોંગ્રેસ નેતાઓએ જણાવ્યું કે સરકાર ગરીબો અને મધ્યમવર્ગ વિચારતી નથી..કોંગ્રેસ ના નિશિત વ્યાસ ,પ્રવક્તા હિમાંશુ પટેલ, મનપાના વિરોધ પક્ષના નેતા શૈલેન્દ્ર સિંહ બીહોલા સહિત કાર્યકર્તાઓ મોંઘવારીને લઈને વિરોધ કર્યો..કોંગ્રેસ દ્વારા મોંઘવારીની બેસણું યોજી વિરોધ કર્યો હતો. આ વિરોધ કાર્યક્રમમાં કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓ પણ જોડાઈ હતી.