આજથી ધોરણ 10 અને 12ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષા શરુ આ વખતે 13 લાખથી વધુ વિદ્યાર્થીઓ ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપશે.

આજથી ધોરણ 10 અને 12ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષા શરુ થઇ છે. અમદાવાદમાં કુલ 12 ઝોનમાં 73 કેન્દ્રો, 3,312 બ્લોક પર પરીક્ષા લેવામાં આવશે. તો કુલ 97 હજાર 430 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 30 હજાર 493 અને વિજ્ઞાન પ્રવાહમાં 7 હજાર 652 વિદ્યાર્થી પરીક્ષા આપશે. તો શહેર અને ગ્રામ્ય મળીને કુલ 348 બિલ્ડિંગમાં પરીક્ષા લેવાશે . અમદાવાદના તમામ પરીક્ષા કેન્દ્રો અને વર્ગખંડમાં CCTV દ્વારા મોનીટરીંગ કરવામાં આવશે.

અમદાવાદમાં ધોરણ 10માં 59 હજાર 285 વિદ્યાર્થી પરીક્ષા આપશે અમદાવાદ શહેરમાં 348 CCTV કેમેરા દ્વારા પરીક્ષા કેન્દ્રો પર બાજનજર રાખવામાં આવશે. તેમજ શિક્ષણ વિભાગદ્વારા હેલ્પલાઈન નંબર પણ જાહેર કરાયો છે.આજે ધોરણ 10 ની ભાષા (પ્રથમ) વિષયની પરીક્ષા, સવારે 10 થી બપોરે 1.15 દરમિયાન પરીક્ષા યોજાશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિકશાસ્ત્રની પરીક્ષા, બપોરે 3 વાગ્યાથી સાંજે 6.30 દરમિયાન પરીક્ષા યોજાશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સવારે 10.30 થી 1.45 સુધી સહકાર પંચાયત, જ્યારે બપોરે 3 વાગ્યાથી સાંજે 6.15 સુધીમાં નામાંના મૂળ તત્વોની પરીક્ષા યોજાશે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા છે. 28 માર્ચથી 12 એપ્રિલ સુધી પરીક્ષા યોજાશે. આ વર્ષે ધોરણ-10માં પ્રથમ વખત ગણિતની 2 પરીક્ષા અલગ અલગ દિવસે લેવાશે, જેમાં 30 માર્ચે બેઝિક ગણિત અને 31 માર્ચે સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા લેવાશે. આ વખતે 13 લાખથી વધુ વિદ્યાર્થીઓ ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપશે.