જામકંડોરણા ખાતે જામકંડોરણા ખેલ મહાકુભ શ્રી કન્યા વિદ્યાલય ના પરીસરમાં વિદ્યાર્થીઓએ અનેરા ઉત્સાહ ભેર ભાગ લીધો

જામકંડોરણા તાલુકા ખેલ મહાકુંભ
શ્રી જયેશભાઈ રાદડીયા સંચાલિત શ્રી સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ- જામકંડોરણા શ્રી કન્યા વિદ્યાલય પરિસરમાં યોજાયેલ રાજકોટ જીલ્લા રમત-ગમત અધિકારીશ્રીની કચેરી દ્વારા આયોજિત ખેલ-મહાકુંભ ૨૦૨૧-૨૦૨૨ જામકંડોરણા તાલુકાનું આયોજન થયેલ જેમાં જુદી-જુદી સ્પર્ધાઓ યોજવામાં આવેલ. કબડ્ડી, ખો-ખો,ચેસ,યોગાસન, રસ્સા ખેંચ, વોલીબોલ, તેમજ એથ્લેટીકસ સ્પર્ધાઓનું આયોજન થયેલ.આ સ્પર્ધામાં જામકંડોરણા તાલુકાની શાળામાંથી ૪૦૦ થી વધારે ખેલાડી અંડર-૧૧, ૧૪,૧૭, તેમજ ઓપન વિભાગ ભાઈઓ અને બહેનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ. આ સ્પર્ધામાં વિજેતા થયેલા ખેલાડીઓ આગામી સમયમાં રાજકોટ જીલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે. આ તમામ સપર્ધાનું આયોજન જામકંડોરણા તાલુકાના રમત-ગમત કન્વીનર શ્રી ભરતભાઈ બોરડ દ્વારા કરવામાં આવેલ હતું. સ્પર્ધાના મુખ્ય પંચ તરીકે અશોકભાઈ પોંકિયા, રામભાઈ ડોડીયા, પ્રવિણભાઈ ઠુંમર, બ્રિજેશભાઈ ભાણવડીયા, તેમજ સુરેશભાઈ સેલારકા એ સેવા બજાવેલ હતી. શ્રી કન્યા વિદ્યાલય- જામકંડોરણાનાં તામામ સ્ટાફ પરિવારે આ સ્પર્ધામાં જરૂરી તામામ સહયોગ આપેલ. વિજેતા થયેલા ભાઈઓ તેમજ બહેનોને સંસ્થાના પ્રમુખશ્રી જયેશભાઈ રાદડીયા, ટ્રસ્ટીશ્રીઓ તેમજ શાળાના સ્ટાફ પરીવારે અભિનંદન પાઠવેલ છે.

અહેવાલ અતુલ લશ્કરી જામકંડોરણા