દેવભૂમિ દ્વારકા: આઝાદી કા અમૃત્સવ અંતરગર્ત ચિલ્ડ્રન યુનિવર્સિટીના વિદ્યાનિકેતન વિભાગ અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના ઉપક્રમે રમત ગમત, યુવા અને સાંસ્ક્રુતિક વિભાગ તથા ગુજરાત સ્ટેટ એથ્લેટિક્સના સહયોગથી સીધી રાજ્યકક્ષાની અન્ડર 11 એથ્લેટીક્સ મીટ 2022નું આયોજન નડિયાદ ખાતે કરવામાં આવ્યું હતું.
આ આયોજનમાં સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના કાટકોલા ગામની બાળકી કરમુર શ્રેયા હેમતભાઈએ 200 મીટર દોડમાં ગુજરાતમાં ચોથા ક્રમે આવી ગામ તેમજ પરિવારજનોના ગર્વમાં વધારો કર્યો છે. શ્રેયાના ઉત્તમ ખેલ પ્રદર્શન બદલ તેણીએ દેવભૂમિ દ્વારકા જિલ્લા, તાલુકા અને કાટકોલા ગામનું ગૌરવ વધાર્યું છે.
આ સિદ્ધિ બદલ પરિવારજનો, અને ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા હતા. નાની ઉંમરમાં જ ઊંચાઈને આંબવાની અભૂતપૂર્વ ખેવના દર્શાવનારી ગામની લાડકી દીકરી શ્રેયાને ખૂબ ખૂબ અભિનંદન..