જામનગરમાં તીબ્બતના નવા વર્ષ લ્હાસા નિમિતે લઘુરુદ્રીનું કરાયું આયોજન

જામનગર:- જામનગર માં ભારત તીબ્બત સંઘ દ્વારા તીબ્બતના નવા વર્ષ લ્હાસા નિમિતે લઘુરુદ્રી નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કૈલાશ માનસરોવર યાત્રા કરેલા લોકો જોડાયા હતા.
ભારત તીબ્બત સંઘ અને કૈલાશ માનસરોવર મુક્તિ સંકલ્પ દ્વારા એમયુઝમેન્ટ પાર્ક પાસે આવેલ ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે લઘુરુદ્રીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કૈલાશ માનસરોવર યાત્રા કરેલ હોય તે લોકો જોડાયા હતા, તીબ્બત ના નવા વર્ષ લ્હાસા નિમિતે અને તીબ્બત ને ચીન ના કબજામાંથી છોડવા માટે ભારત તીબ્બત સંઘ દ્વારા લઘુરુદ્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારત તીબ્બત સંઘ પુરુષ વિભાગના ગોપાલભાઈ સોરઠિયા, જિલ્લા મહિલા અધ્યક્ષ ડીમ્પલબેન રાવલ, સૌરાષ્ટ્ર યુવા વિભાગના કર્મભાઈ ઢેબર સહિત સભ્યો જોડાયા હતા અને લઘુરુદ્રી દ્વારા શિવમંત્રોનો જપ કરવામાં આવ્યો હતો.