* જામનગર: કેન્દ્ર સરકાર પુરસ્કૃત ચાઈલ્ડ લાઈન ૧૦૯૮ બાળકો માટે સમગ્ર દેશમાં ૨૪ કલાક કામ કરતી ટેલીફોનીક ટોલ ફ્રી ફોન સેવા છે.જેમાં ૧૮ વર્ષથી નાની ઉંમરનું કોઈ જરૂરિયાતમંદ બાળક પોતે અથવા તેમના વતી કોઈપણ વ્યક્તિ ૧૦૯૮ પર મદદ મેળવવા માટે કોલ કરી શકે છે. બાળકોના હિતો અને અધિકારોના રક્ષણ તેમજ બાળકોના વિકાસ માટે જામનગર જિલ્લામાં ચાઈલ્ડ લાઈન ૧૦૯૮ છેલ્લા ૮ વર્ષથી સ્વ.જે.વી.નારીયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ હેઠળ હાલ કાર્યરત છે.બાળક ગુમ થયેલ કે મળી આવેલ હોય, બાળક તડછોડાયેલું હોય, બાળકને આશ્રયની જરૂર હોય કે પછી બાળકને બીમાર કે એકલું જુવો ત્યારે, બાળલગ્ન કે બાળ મજુરી કરતું જુવો ત્યારે, બાળકને કોઈ હેરાન કરતું હોય કે તેનું શોષણ થતું હોય અથવા બાળકોને લગતી સરકારની યોજનાઓ વિશે માહિતી કે માર્ગદર્શન મેળવવા માટે કોઈપણ નાગરિક ૦ થી ૧૮ વર્ષના જરૂરિયાતમંદ બાળકો માટે ૨૪ કલાક કાર્યરત ઈમરજન્સી ટોલ-ફ્રી ચાઈલ્ડ હેલ્પલાઈન ૧૦૯૮ નો સંર્પક કરી શકે છે.આ અંગે વિગતો આપતા ચાઈલ્ડ હેલ્પલાઈનના કો – ઓર્ડીનેટર ગીતાબહેન જોશીએ જણાવ્યું હતું કે ગત અઢી વર્ષમાં જામનગર ચાઈલ્ડ લાઈન દ્વારા ચાઇલ્ડ લેબર, ચાઇલ્ડ બેગર, બાળ લગ્ન, શારીરિક અને માનસીક પ્રતાડન, ખોવાયેલ બાળક, મળી આવેલ બાળક તથા વાલીઓના પ્રશ્નો અંગેના કુલ ૧૫૭૧ કેસોમાં કામગીરી હાથ ધરવામાં આવેલ છે. તેમજ જિલ્લામાં ૮૩ થી વધુ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરી બાળ લગ્ન, બાળ મજૂરી, ડ્રોપ આઉટ બાળકો, બાળકો સાથે થતી ઘરેલું હિંસા વગેરે થીમ પર બાળકોમાં જાગૃતિ લાવવાના પ્રેરક પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. તદુપરાંત બાળકોનું વાલીઓ સાથે પુનઃમિલન કરવાની વ્યવસ્થા, ઝૂંપપટ્ટીના વિસ્તારના લોકોના સર્વેની કામગીરી, તથા કોવિડ ૧૯ ના સંક્રમણથી બચવા બાબતે અવેરનેસ કાર્યક્રમો યોજવા ઉપરાંત બાળકોનો ડેટાબેઝ તૈયાર થાય તે માટે આધારકાર્ડ કેમ્પ સહિતના કાર્યક્રમો ચાઈલ્ડ હેલ્પલાઈન દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે.
Related Posts
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશખબર..નીતિન પટેલની મોટી જાહેરાત
ન્યૂઝ બ્રેકિંગરાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશખબરકર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારોમોંઘવારી ભથ્થુ 28 ટકા મંજૂર કરાયુંનીતિન પટેલની મોટી જાહેરાતસપ્ટેમ્બર માસના પગારથી મળશે…
જુહાપુરાના કુખ્યાત મોહસીન ઉર્ફે હાઇટે મારી એક વ્યક્તિને છરી
જુહાપુરામાં ગુંડાઓનું રાજ યથાવત નજીવી બાબતમાં હાફ મર્ડરની બની ઘટના જુહાપુરાના કુખ્યાત મોહસીન ઉર્ફે હાઇટે મારી એક વ્યક્તિને છરી વ્યક્તિના…
નર્મદા જિલ્લા મા કોરોનાને કારણે રામનવમી પર્વ સાદગી પૂર્ણ રીતે ઉજવાયું.
નર્મદા જિલ્લા મા કોરોનાને કારણે રામનવમી પર્વ સાદગી પૂર્ણ રીતે ઉજવાયું. છપ્પનભોગ પ્રસાદી અને મહાઆરતી સાથે ધનેશ્વર આશ્રમમા માંગરોળ ખાતે…