ધોલવણી આશ્રમશાળામાં ૩ શિક્ષકોની ભરતીમાં ૬૦ લાખના ભ્રષ્ટાચારનો કરાયો આક્ષેપ.

સાબરકાંઠા: સાબરકાંઠાના વિજયનગર તાલુકાની કાથોડી ધોલવાણીની આદિજાતિ વિભાગ સંચાલિત ગ્રાન્ટેબલ આશ્રમશાળામાં તાજેતરમાં થયેલી ૩ શિક્ષકોની ભરતીમાં આશ્રમશાળાના સંચાલકો અને સત્તાધીશોએ ભારે ભ્રષ્ટચાર આદર્યો હોવાની એક જાગૃત નાગરિકે મુખ્યમંત્રી અને આદિજાતિ વિકાસ મંત્રીને લેખિત રજુઆત કરતા ખળભળાટ મચ્યો છે મુખ્યમંત્રી કાર્યાલય અને આદિજાતિ વિકાસ મંત્રીએ જવાબદાર તંત્રને નિષ્પક્ષ તપાસના આદેશ કરવામાં આવ્યા છે જાગૃત નાગરિકે ત્રણ શિક્ષકોની ભરતીમાં આશરે ૬૦ લાખ રૂપિયાની લેતીદેતી થઇ હોવાનો આક્ષેપ કર્યો હતો સૂત્ર દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આશ્રમ શાળાના સંચાલકો અને સત્તાધીશોએ ત્રણ શિક્ષકોની ભરતીમાં ૬૦ લાખથી વધુ રકમ લઇ ત્રણ ઉમેદવારોની ભરતી કરતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા ચાલી રહી છે શિક્ષકની ભરતીમાં અન્યાય થયેલા કેટલાક ઉમેદવારો અને જાગૃત નાગરિકો ને ભષ્ટ્રાચાર ની ગંધ આવતાં તંત્ર અને સંચાલકો પાસે આર.ટી.આઈ. દ્વારા નીતિનિયમ પ્રમાણે ભરતી ની તમામ માહિતી અને કાર્યવાહી ની માહિતી માંગવામાં આવી હતી.પરંતુ અરજદારને આશ્રમશાળા તરફથી કોઈ પ્રત્યુત્તર કે માહિતી આપવામાં આવી ન હતી. આ સંદર્ભે એક જાગૃત નાગરિકે આ તમામ હ કીકતો સંદર્ભે ગુજરાત રાજ્ય ના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલ પૂ લેખિત રજુઆત કરતાં મુખ્યમંત્રીશ્રી ના આદેશથી આને આદિજાતિ મંત્રીશ્રી ની સૂચનાથી આ તમામ ભષ્ટ્રાચાર ની તપાસ કરી તાત્કાલિક ધોરણે યોગ્ય કરી ભરતી રદ કરવા સહિતની કાર્યવાહી કરવાની પણ કાર્યવાહી કરવા તંત્રને કડક સૂચનાઓ આપવામાં આવી છે.સાઈઠ લાખ રૂપિયા ખંખેરી લેવાના બદલે તમામ ભષ્ટ્રાચાર માં સંચાલક ઉપરાંત ભરતી સમિતિના મોટા માથાની પણ સંડોવણી હોવાથી તમામે બચવા હવાતિયાં મારવાનાં ચાલુ કરી દીધા હોવાનું જાણવા મળ્યું છે.જે હોય તે પણ સંવેદનશીલ સરકારે ભષ્ટ્રાચાર ના ભોરીગને નાથવા આને તેમાંય વિજયનગર તાલુકા જેવા પછાત વિસ્તારોમાં આશ્રમશાળાઓમા આને તેમાંય સરકારી ગ્રાન્ટ થી ચાલતી આવી સંસ્થાઓમાં ભરતી માં ચાલતા ચલાવાતા આ ભષ્ટ્રાચાર માં કોઈનેય બક્ષવામાં નહીં આવે એવું જાણીતા સામાજિક કાર્યકર મહેન્દ્રપ્રસાદ પટેલ ની રજુઆત ના પગલે સરકાર દ્વારા કડક વલણ અપનાવવામાં આવતા ભષ્ટ્રાચાર આચરનારા તત્વો ફફડી ઉઠ્યા છે અને જેને નોકરી માં પૈસ આપ્યા છે એવા ઉમેદવારો અને વાલીઓ પણ ફફડી ઉઠ્યા છે