સાતમું નોરતું.. ભાણવડમાં આવેલ કન્યા શાળાની બાળાઓએ રાખ્યો રંગ. નવલી નવરાત્રીમાં મન મુકીને ગરબે ઝૂમી સ્કૂલની બાળાઓ ..

જીએનએ ભાણવડ: નવરાત્રીનું સાતમું નોરતું વીતી ગયું અને હવે ખરેખર નવરાત્રી મોજમાં પહોંચી રહી છે તયારે નાના હોય કે મોટા કે પછી બાળકો મન મૂકી ગરબે ઝૂમવાના અથાગ મૂડમાં જોવા મળી રહ્યા છે એમાં પણ આ કોરોના કાળમાં 1 વર્ષ પછી ગરબા રમવાનો લ્હાવો મળ્યો હોય તો તે તકને કોઈ જવા ન દેતા મન મૂકી હવે ગરબા રમવાનું કેમ ભુલાય.

દેવભૂમિ દ્વારકાના ભાણવડ ખાતે આવેલ કન્યા શાળા ખાતે સ્કૂલમાં ભણતી બાળાઓ માટે 2 દિવસીય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્કૂલની બાળાઓ મન મૂકી ગરબે ઘૂમી હતી અવનવા ગીતો અને ગરબાના તાલે ચણીયા ચોળી, અન્ય વસ્ત્ર પરિધાનમાં સજ્જ થયેલ બાળાઓ અવનવા સ્ટેપ પર ગરબા રમતી જોવા મળી હતી. બાળાઓને જુસ્સા સાથે ગરબા રમતા જોતા સ્કૂલનો શિક્ષક પરિવાર પણ સંચાલન સાથે સાથે ગરબામાં જોડાયો હતો અને ગરબા રમવાનો લ્હાવો લીધો હતો. સ્કૂલના આચાર્ય શંકરસિંહ બારીયા દ્વારા તમામ 2 દિવસીય ગરબાનું આયોજન કરી બળાઓના ચહેરે સ્મિત રેલાવી દીધું હતું તો બીજી તરફ બાળાઓના વાલીગણ પણ ગરબે ઝૂમતી કન્યાઓના જુસ્સાને જોઈ મંત્રમુગ્ધ બન્યા હતા. એક સાથે માતાજીના અનેક સ્વરૂપ ધરતી પર ઉતરી આવ્યા હોય અને દેવી જગદંબાના સ્વરૂપે સર્વે બાળાઓમાં ગરબે રમવા ઉતર્યા હોવાનો ભક્તિમય માહોલ સર્જાયો હતો અને સર્વે એ આ નવરાત્રી પર્વને હર્ષોઉલ્લાસ સાથે માણ્યો હતો.