હાલમાં જ આદિવાસીઓ દ્વારા વાંસ નાં ઉપયોગને જન્મ થી મરણ સુધી સાંકળી લેતું કાવ્ય ની અદભુત રચના

નમસ્તે મિત્રો ,
બામણીયા તા. મહુવા જિ. સુરત નાં મુકેશ મહેતા
કવિ, સાહિત્યકાર, શિક્ષક, અને સામાજિક કાર્યકર દ્વારા હાલમાં જ આદિવાસીઓ દ્વારા વાંસ નાં ઉપયોગને જન્મ થી મરણ સુધી સાંકળી લેતું કાવ્ય ની અદભુત રચના તમારી સમક્ષ મૂકી રહ્યો છું. આશા રાખું તમને બધા મિત્રોને ગમશે.

કલ્પવૃક્ષ થી ઓછું કાં વાંસ “
આદિમજીવનછાંયે વસે વાંસ
વાંસની ભીંતને મોભે વાંસ
ટોપલાને સૂંપડેગુંથાય વાંસ
પાલાં ને સાદડી ઍ વાંસ
આદિમજનનાં જીવને વાંસ
અરણ્યનું ધાસ એમતો વાંસ
લીલાવનરાયુની શોભા વાંસ
અરણ્યકોના હ્રદયે વસે વાંસ
અથાણું ને શાક બને એ વાંસ
તીરકામઠાં ને આયુધે વાંસ
કરંડીયા ને છાબલે વાંસ
માછલી પકડવા શોકચે વાંસ
વર્ષઋતેઓઢાય એ ધુંધડે વાંસ
આનંદસુર વાંસળીએ વાંસ
આદિમજીવને શ્વાશે વાંસ
ક્લ્પવૃક્ષ સં સ્થાન છે વાંસ
ઝુંપડીનાં છત્રછાંયેજીવન વાંસ
ડંગોરોને લાકડીએ વાંસ
વૃદ્ધત્વનો સહારો વાંસ
પરાણીને ગાલ્લી ઍ વાંસ
ઘરઆંગણે રમકડાં એ વાંસ
મૃત્યુટાંણે નનામી થૈ ઊંચકેવાંસ
ડાંગ પ્રદેશનો વૈભવ વાંસ
આદિમજ્ન નો શ્વાશ વાંસ
ક્લ્પવૃક્ષ થી ઓછું કાં વાંસ