તિલકવાડા તાલુકાના ભાજપ કાર્યકરોએ પોતાના ઉમેદવારને ટિકીટ ન મળતા કર્યો હોબાળો
નર્મદા જિ.પંચાયતની 22 બેઠકો માટે કોંગ્રેસે જાહેર કરી યાદી, નાંદોદ MLA ની પુત્રીને મળી ટીકીટ
નર્મદા જિલ્લા પંચાયતની વડીયા અને આમલેથા બેઠક માટે ઉમેદવારો જાહેર કરવામાં ભાજપ દ્વિધામા
રાજપીપળા: તા 13
નર્મદા જિલ્લા પંચાયતની 22 બેઠકો માટે ભાજપ-કોંગ્રેસ પોતાના ઉમેદવારોની જાહેરાત માટે આખરી ઓપ આપી રહ્યા છે. તો બીજી બાજુ કોંગ્રેસ-ભાજપ બન્નેવમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ પેદા થઈ છે.જો કે કોંગ્રેસ દ્વારા નર્મદા જિલ્લા પંચાયતની 22 બેઠકો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. નર્મદા જિલ્લા પંચાયતની આમલેથા બેઠક માટે નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવાની પુત્રી મનીષાબેન વસાવાને ટિકીટ મળી છે.
જ્યારે કેવડિયા જિલ્લા પંચાયય બેઠક માટે નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન દિનેશ તડવીના પુત્ર રણજીત તડવીને ટીકીટ મળી છે. જયારે ડેડીયાપાડાની મોરજડી બેઠક પર નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ દામાભાઈ હેરિયાભાઈ વસાવાને અને વડીયા બેઠક માટે નર્મદા જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ જયંતિભાઈ વસાવાને ઉમેદવાર બનાવાયા છે.
જ્યારે નર્મદા જિલ્લા પંચાયતની વડીયા અને આમલેથા બેઠક પર બળવાના એંધાણને લઈને ઉમેદવાર ઉતારવામાં ભાજપ દ્વિધામાં મુકાયું છે.ભાજપે વડીયા જિલ્લા પંચાયત માટે ભાજપ માંથી નર્મદા જિલ્લા પંચાયત વિપક્ષ નેતા કિરણ વસાવા તથા નાંદોદ તાલુકા ભાજપ મહામંત્રી અશોક વસાવાએ અને આમલેથા બેઠક માટે સુમંતાબેન વસાવાએ ફોર્મ ભર્યું હોવાનું તથા જિજ્ઞાશાબેન નિરંજન ભાઈ વસાવાએ પણ પ્રબળ દાવેદારી નોંધાવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે, હવે જોવું એ રહ્યું કે ભાજપ મેન્ડેટ કોને આપે છે.
તો બીજી બાજુ તિલકવાડા જિલ્લા પંચાયતની બેઠક માટે ભાજપ માંથી અરુણ તડવીએ દાવેદારી નોંધાવી હતી, એમની જગ્યાએ અન્યને ભાજપે ટિકીટ મળતા તિલકવાડામાં ભાજપ કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો અને એ વિસ્તારના કાર્યકરોએ દુકાનો અને ભાજપનું કાર્યાલય બંધ કરાવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે જો કે આ હોબાળા બાબતે કોઈ પુષ્ટિ મળી નથી અને નર્મદા જિલ્લા ભાજપ સંગઠન દ્વારા કોઈ જ પ્રતિક્રિયા અપાઈ ન હતી.
તિલકવાડા બેઠક માટે ભાજપ માંથી દાવેદારી કરનારા અરુણ તડવીએ જણાવ્યું હતું કે એક તરફ ભાજપ એવા નિયમ બનાવે છે કે ભાજપ આગેવાન અને હોદ્દેદારોના સગાઓને ટિકીટ નહિ મળે તો બીજી બાજુ નર્મદા જિલ્લા ભાજપ મહામંત્રી વિક્રમ તડવીએ એમના જ સગાઓને ટીકીટની લ્હાણી કરી છે એની સામે સ્થાનિક ભાજપ કાર્યકરોમાં રોષ ફેલાયો છે.
રિપોર્ટ: જ્યોતિ જગતાપ, રાજપીપળા