*કાલે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દિયોદર એસટી બસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ કરશે. સાંસદ પરબતભાઇ રહેશે ઉપસ્થિત.*

બનાસકાંઠા: મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી આવતીકાલે તા. ૧ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ નવા વર્ષે સાંજે-૪.૦૦ કલાકે ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા દિયોદર ખાતે નિર્માણ પામેલ એસ. ટી. બસ સ્ટેશનનું ગાંધીનગરથી ઇ-લોકાર્પણ કરશે. આ પ્રસંગે બનાસકાંઠા સંસદ સભ્યશ્રી પરબતભાઇ પટેલ ઉપસ્થિત રહેશે.

પાલનપુર એસ. ટી. વિભાગના દિયોદર મુકામે રૂ. ૧૫૯.૧૩ લાખના ખર્ચે બાંધવામાં આવેલ આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચરવાળા સુવિધાયુક્ત નવીન બસ સ્ટેશનથી આ અંદાજે ૩૫,૦૦૦ મુસાફરોને વાહન-વ્યવહારની સુવિધા પ્રાપ્તર થશે. આ બસ સ્ટેશનમાં ૭૦૦ બસોનું આવાગમન રહે છે. જેમાં વિધાર્થી ટ્રીપ-૧૨૨ દૈનિક, એક્ષપ્રેસ ટ્રીપ-૫૦ દૈનિક, લોકલ ટ્રીપ- ૩૫૦ દૈનિક, અન્ય ડેપો વિભાગની ટ્રીપો-૫૩ દૈનિક, આમ કુલ ટ્રીપો- ૪૫૩ દૈનિક છે. આ બસ સ્ટેશન પરથી વિધાર્થીઓને માસિક ૩૦૦ પાસ અને વિધાર્થીનીઓને માસિક ૫૦૦ પાસ, આમ કુલ- ૮૦૦ પાસ વિધાર્થીઓને કાઢી આપવામાં આવે છે તથા મુસાફર પાસ માસિક ૧૨૦ કાઢી આપવામાં આવે છે. તેમ બનાસકાંઠા જિલ્લા એસ. ટી. વિભાગીય નિયામકશ્રી સોલંકીએ જણાવ્યું છે.