*લોકસભામાં જોરદાર હંગામો સાંસદો વચ્ચે ધક્કામુક્કી*

રાહુલ ગાંધીના નિવેદન પર લોકસભામાં જોરદાર હંગામો થયો છે. મામલો એટલો વધી ગયો છે કે સાંસદો સામ-સામે આવી ગયા છે. કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન રાહુલ ગાંધીના દંડા મારશે નિવેદનની આલોચના કરી રહ્યાં હતા. આ સમયે સ્પીકર ઓમ બિરલાએ તેમને રોકવાની કોશિષ કરી હતી. આ સમયે કોંગ્રેસના સાંસદ મનિકમ ટાગોર હર્ષ વર્ધનની સીટ સુધી પહોંચી ગયા હતા. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં બીજેપીના સાંસદો પણ વેલમાં ઘસી આવ્યા હતા. જેઓએ કોંગ્રેસના સાંસદને ઘેરી લેતાં ઝડપ શરૂ થઈ હતી. આ બાદ સ્પીકર ઓમ બિડલાએ સદનની કાર્યવાહી સ્થગિત કરી દીધી