નાંદોદ તાલુકાના માંગરોળ ગામના સેવાભાવી કાર્યકર્તા મહેન્દ્રભાઈ પ્રજાપતિ દ્વારા ખેતમજૂરી કરી જીવન નિર્વાહ કરતા મજૂર વર્ગ અને ગરમ સ્વેટર અને ધાબળાનો વિના મૂલ્ય વિતરણ.
રાજપીપળા,તા. 24
નાંદોદ તાલુકાના માંગરોળ ગામના સેવાભાવી કાર્યકર્તા મહેન્દ્રભાઈ પ્રજાપતિ દ્વારા ખેત મજુરી કરી જીવન નિર્વાહ કરતા મજૂર વર્ગ અને ગરમ સ્વેટર અને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.માંગરોળ ગામના સેવાભાવી મહેન્દ્રભાઈ પ્રજાપતિ માંગરોળ ગામમાં ખેત મજુર કરીને જીવન નિર્વાહ કરતા મજૂર વર્ગ અને હાલ પડી રહેલ કડકડતી ઠંડીમાં શહીદ શશીરકુમાર મહેતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સુરતના સૌજન્યથી ગરમ સ્વેટર અને ધાબળાનું વિતરણ કરી ઉમદા સેવા કાર્ય પાર પાડ્યું હતું.
મહેન્દ્રભાઈ પ્રજાપતિ નર્મદાને પ્લાસ્ટિક મુક્ત બનાવવા અભિયાન અંતર્ગત હજારોની સંખ્યામાં વિનામૂલ્યે કાપડની થેલીઓ વિતરણ કરી પ્રદૂષણ અટકાવવા નું કામ પણ કરી રહ્યા છે. સાથે સાથે જરૂરિયાત મંદ લોકોને સીઝન મુજબ જરૂરી ચંપલ પગરખાં વિના મૂલ્ય વિતરણ કર્યું છે.
રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા