*આઈ દેવલબાઈ (રાયથરી)*
પારકા માટે પોતાના પ્રાણો ની આહુતી આપવા માં કચ્છ ની ચારણદેવી ઓ અગ્રેસર રહી છે..અને એટલે જતો તે સદીઓ થી કચ્છ ના ઠેકઠેકાણે પુજાતી રહી છે…આવી દેવીઓ માં આઈ દેવલ ના સ્થાનકો ઘણી જગ્યા એ જોવા મળે છે..
દેવલબાઈ કાંઈયાજી ના કટારીયા થી ત્રણ ગાઉ દુર આવેલા રાયથરી ગામ ના ભાંચરીયા શાખા ના મ્યાજર ચારણ ને ત્યાં વિક્રમ ની ઓગણીસ મી સદી ના ચોથા દાયકા માં જન્મયા હતા બાલ્યકાળ થી જ તેની તેજસ્વીતા અન્ય બાળકો કરતાં કંઈક જુદા જ પ્રકાર ની અને અનોખી તરી આવે તેવી દેખાતી હતી…યોગ્ય ઉમરે દેવલબાઈ ને ખોડાસર ગામે પરણાવવાં માં આવ્યા હતા..તેમને એક દિકરો હતો..તેનુ નામ વાસો…આ વાસો જ્યારે પાંચ વર્ષ નો થયો ત્યારે કટારીયા માં એક મહત્વ નો બનાવ બન્યો…
કટારીયા માં ગોરાણી અટક નો જેરાજ નામનો એક વાણીયો રહેતો હતો..એ વખત માં વાણીયા પણ પોચી માટી ના ઘડેલા ન હતા..તેમા પણ વાગડ ના વાણીયા નુ તો પુછવુ શુ?? અકકલ માં તો સૌ ને એ ઉઠા ભણાવી જાય..પણ મર્દાઈ માં પણ એ પાછો પડે નહી…આ જેરાજ શાહ આગ્રહી હતો..અટીલો હતો..વેપાર તો વાણીયા નો ઘર નો ધંધો પણ..આ જેરાજ શાહ તો લાગ ફાવતો ત્યારે ધાડ મારી આવવાં નુ પણ ચુકતો નહી…વાગડ ના વાઘેલા અને મિયાણા પણ એની સાથે બાખડતા વિચાર કરતાં…રાયથરી ના ચારણો સાથે જેરાજ નો ધીરધાર નો જુના વખત નો વહેવાર હતો….એનુ વ્યાજ હતુ..મારવાડી..અને ઊઘરાણી હતી પઠાણી…આ વખતે વર્ષ નબળુ આવી પડવા થી રાયથરી ના ચારણો તેનુ દેવુ ચુકવી શકયા નહોતા..ચારણો ના આ લાસરીયાપણા થી જેરાજ ને એકવાર ગુસ્સો આવી ગયો..ઘોડી પર પલાણ નાખી ચારણો પાસે થી પોતાના લેણાં ની રકમો વસુલ કરવા તે રાયથરી આવી પહોંચયો…
ઘોડી ને બાંધી ગામ ના ઠાકર મંદીર માં તે ખાટલો ઢાળી બેઠો..ચારણો ને ભેળા કરી હમણાં ને હમણાં એના લેણાં ની રકમો વ્યાજ શીખે ભરી આપવા તે તાકીદ કરવા લાગ્યો..ધાક અને ધમકી થી હાકોટા કરવા લાગ્યો..જેરાજ શેઠ આજ છેડાઈ પડયો હતો..અને પડકાર કરતો હતો..નાણા ન હોય તો બાયડીયું વેચી ને પણ લેણાં ભરી દો..શેઠ ની આ રીતભાત થી ચારણો નારાજ થઈ ગયાં..પણ શું કરે? નાણા નો ધણી લાડકો કહેવાય..એટલે કંઈ બોલી શકતા નહોતા..આ બાજુ જેરાજ શેઠ વધુ ને વધુ ઉદ્યતાઈ વાપરતો હતો..છકતો જતો હતો..તેને આમ હદ બહાર જતો જોઈ એક વૃદ્ધ ગઢવી બોલી ઉઠયા…શેઠ ચારણો ની તો તમને શરમ નથી ..પણ મંદીર ના દેવો ની તો શરમ રાખો…શરમ??..શરમ તો તમને નથી ગઢવી શેઠ તાડુકી ઉઠયો..શેઠ હુ એમ કહેવા માંગુ છુ..કે આજ સુધી આ મંદીર માં કોઈ ખાટલો ઢાળી ને બેઠું નથી..તમે જ આજ માજા નો ભંગ કર્યો છે….તો હવે તમારા થી થાય તે કરી લ્યો..શેઠ..ચારણો તો બીજુ શું કરે..બહુ બહુ તો ત્રાંગુ કરે..ચારણી ત્રાંગુ કરે તો આ વાણીયો એના પર પેશાબ કરે…જેરાજ બોલ્યો..
બસ આ વાત ચારણો ને લાગી આવી પછી તો બોલાચાલી વધવા લાગી..બધા ચારણો ઉશકેરાઈ ગયાં..થોડી..મારામારી પણ થઈ..પરીણામે જેરાજ ને વગર પછેડી એ ભાગવું પડયુ…પણ જતાં જતાં જાસો આપતો ગયો..કે..હું..હમણાં તો જાઉ છુ..પણ તમા રાયથરી માં કેટલા દિવસ રહો છો..તે હુ..જોઈ..લઈશ..ચારણો સમજી ગયાં કે આતો સાપ ને બાંડો કરવા જેવો તાલ થયો…જેરાજ હવે રાયથરી ભાંગયા વિના નથી રહેવાનો..હવે કયો રસ્તો લેવો..બધા વિચાર માં પડી ગયાં…ઘણી ઘણી વાતો થઈ ઘણાં ઘણાં વિચારો રજુ થ્યાં..આખરે ચારણો એ એમના..અમોઘ શસ્ત્ર ની ઉપયોગ કરવાનું નકકી કરયું એ…શસ્ત્ર..હતું..ત્રાંગુ..રાયથરી ગામ માં પોણા સો વર્ષ ની એક વૃદ્ધ ડોશી રહેતી હતી.. આખુ ગામ એમને આઈ માં કહી બોલાવતું..બધા ચારણો મંદીર માંથી ઉઠી આઈ માં પાસે આવી..કહેવા લાગ્યા..આઈ આજે તો તમાણી ખપત પડી છે…મારી ખપત પડી??બાપલા મારી પાસે તો હવે માંરા હાડકા છે..જોઈએ તો લઈ જાઓ..હા..એની જ ખપત છે..આઈ…પેલો કટારીયા વાળો જેરાજ ઉઘરાણી એ આવેલો તે ચારણો નાં ત્રાંગા ની ઠેકડી ઉડાવી ને હાલતો થઈ ગયો છે..માં એને બતાવવું છે કે ચારણો ના ત્રાંગા જોયા નથી..એમ છે માડી..?ત્યારે તુ ભણ તો ખરો…શું આપુ??આઈ બોલ્યા..બિજુ કશુ નઈ આઈ..અમને તો તમારુ માંથુ ખપે છે..માંથુ જ ખપે છે..ને તો આ માંથુ હમણાં જ વાઢી દઉ.. વીરા..તમારુ ભલું થતુ હોય તો આ રહયુ માંરુ માથુ..ચારણો ને માથા નો મોહ કે દી હતો ?? ચારણો કહી ગયા હમણા નથી ખપતુ માડી..અમે આવતી કાલે વહેલી સવારે આવીએ છીએ તમે તૈયાર રહેજો…
નિશ્ચય થઈ ગયો……
વળતે દિવસે વહેલી સવારે રાયથરી ના ચારણો ના જુથના જુથ ગામ બહાર આવેલ દેવલબાઈ ના દાદી જશોદા આઈ ના મંદીરે એકત્ર થઇ ગયા..કણેર ના ફુલ ની માળા ગળા માં પહેરી..લાકડી ના ટેકે-ટેકે ડોશી માં પણ આવી પહોંચ્યા..મસ્તક સમર્પણ ની વિધી ચાલુ થઈ..આઈ એ હાથ માં પાણીદાર તલવાર લઈને તૈયાર થઈ ગય..મસ્તક પર જયાં ઘા કરવા જાય..છે..ત્યાં દુર થી જોગમાયા જેવી કોઈ ચારણદેવી દોડતી આવતી દેખાઈ આઈ ના હાથ થંભી ગય..થોડીવાર માં જ ખબર પડી કે..ખોડાસર થી દોટમદોટ કરતી આવતી આઈ દેવલ છે…
રાયથરી ના ત્રાગા ની વાત સાંભળી એનુ લોહી ઉકળી ઉઠયુ હતુ..એને વિચાર આવ્યો કે એનાં બેઠા છતાં એક વયોવૃદ્ધ આઈ નું ચીમળાયેલ અને કરચલીઓ વાળુ માથુ કપાય તે ઠીક નહી…ત્રાગા ની થાળી માં તો લીલા નારીયેળ જેવુ માથુ જોઈએ અને આઈ દેવલ એ પોતાના લીલાં માથા નુ દાન કરવા નો નિશ્ચય કરી લીધો…પાચ વર્ષ ના વાસા ને પતી ના હાથ માં સોંપી..તે વહેલી પરોઢે ખોડાસર થી રાયથરી પહોચી આવ્યા હતાં.. દેવલ તું આવી ?? ભલે આવી હો…!! ગામ ના ચારણો એ આઈ દેવલ નો સત્કાર કરતાં કહયું…પણ દાદા આઈ ના સુકાં કોચલા જેવા માથાને શું કરશો ???આઈ દેવલ એ પ્રશ્ન કરયો…એતો દિકરી પેલા કટારીયા વાળા દૈત જેરાજ ને પોગાડવું છે…ચલ હવે વાર કર માં…પણ આઈ ના આવા કરચલી વાળા કરતાં મારુ લીલુ માંથુ આપુ તો??આઈ દેવલ ની આંખો માં વિજળી ના કિરણો ફુટી નિકળ્યા..તું છો દેવલ રાયથરી ની દીકરી…..પણ કટારીયા વાળા એ કાળીયા ને બહારણે લોહી ના થાપા હું લગાવીશ..દાદા..આ ડોશી થી નહી..લાગે..ચાલો એકવાર કટારીયા ના પાધરે પોગીયે…બીજુ બધુ પછી..અને આઈ દેવલ નુ રુપ પલટી ગયું..આંખો માંથી જાણે આગ જરવા લાગી..સાક્ષાત ચંડી સામે ઉભી હોય એવી દેખાવા લાગી..આખુ ચારણ મંડળ એના વિકરાળ રુપ થી અંજાઈ ગયુ..બધા એની આશા ને વશ થઈ ગયા….
આગળ રણચંડી જેવી આઈ દેવલ અને પાછળ આખા ગામના ચારણો કટારીયા ના માર્ગે ચાલવા લાગ્યા..સતી ને જાણે સત ચડી ચુકયુ હોય..એવી આઈ દેવલ તીર ની ગતી થી સૌથી પહેલા સપાટાબંધ રસ્તો કાપ્યે જતી હતી..કટારીયા ના પાધર માં સતી માં થોભ્યા…આઈ દેવલ ના હાથ ખુલ્લી તલવાર હતી..એની ગળા ઉપર મચરક દિધી..મસ્તક ધડ થી જુદુ થઈ ગયુ..ચારણોએ એને હાથોહાથ ઝીલી લીધુ..આઈ દેવલ ના રકત નિતરતા મસ્તક ને થાળ માં મુકી ચારણ મંડળી આગડ વધવા માંડી..માથા ની પાછળ-પાછળ આઈ દેવલ નુ ધડ ચાલવાં લાગ્યુ..આ અદ્ભુત દ્રશ્ય જોઈ કટારીયા ના માણસો સ્તબ્ધ થઈ ગયા..કેટલાંક તો ખેતરે જતાં જતાં પોતાના સાંતીડા છોળી જેરાજ શેઠ ને સમાચાર આપવા દોડયા..કે..લોહી વહેતુ આઈ દેવલ નુ ધડ તમારે બહારણે થાપા દેવા આવે છે..માટે ચેતજો…આ સમાચાર સાંભળી જેરાજ શેઠ એકદમ હેબતાઈ ગયો…આઈ દેવલ ના ત્રાંગા નો તાપ એના થી ઝીરવાયો નઈ..એ એની મેડી ની બારીએ ઉભો હતો..ત્યાં થી લથડી પડયો…અને ખોપરી તુટી જતાં તેનુ કમોત થયુ…એનો ભાઈ હિરજી મોઢા માં તરણું લઈ ત્રાંગે ચડેલા ચારણો પાસે આવ્યો અને આઈ ના પગ માં પડી ને માફી માંગે છે…શરણે આવેલા હિરજી ને ક્ષમા આપતાં ચારણ મંડળે પોકાર કર્યો..””હિરજી ની જય જેરાજ ની ખે”””
આજ પણ ચારણો માથા ના દાન દેનારી આઈ દેવલ માટે લખે છે…
ભલા જેના ભાગ દેવલ જેવી દિકરી…સાસરીયે સોભાગ..પિયર પરચા પુરીયા
દેવલ દોયલા ટાળીયા રાખયા કાયમ રાજ…મન માન્યાં મ્યાજર તણા કવિ સુધારણ કામ
ટાઈપબાય ÷મુકેશદાન ગઢવી(વાગડ)
વાગડ ની ધરા માં આવા અનેક ચારણો ના ત્રાંગા થયાં છે…અધર્મ ની સામે જયારે જ્યારે જરુર પડી ત્યારે વાગડ ની ચારણ આઈઓ એ પોતાના લોહી વહાવી ધર્મ ની રક્ષા કરી છે…એ પછી રાયથરી ગામે આઈ દેવલ કાનમેર ના પાદર માં આઈ જીવણી વેકરા ના પાદર માં આઈ પુંજલ ભીમાસર ના પાદર માં આઈ ખીંમા….આવા તો ઘણાં ચારણોએ વાગડ ની ધરા માં પોતાવટ પાળવા માટે અધર્મ ની સામે ધર્મ ની લડાઈ માં પોતાના લીલુડા માથા ના બલિદાન આપ્યા છે…..🙏🏻