બેંગ્લોર થી નર્મદા પરિક્રમા કરવા આવેલ પરિક્રમાવાસીઓ ચાલુ પરિક્રમા દરમિયાન મોત.

તિલકવાડા ના બ્રાહ્મણ શેરી માંથી પરિક્રમા કરતી વખતે ચકકર આવતા નીચે નીચે પડી જતા દવાખાનામાં દાખલ કરતા સારવાર દરમિયાન મોત.
નર્મદામાં ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરવા આવતા પરિક્રમાવાસીઓ માટે રહેવા-જમવાની સુવિધા સાથે સારવાર સેન્ટરોની સુવિધાની માંગ,

નર્મદા જિલ્લામાં નર્મદા તટે ઉત્તરવહીની નર્મદા આવેલી છે જેની પરિક્રમા કરવા દેશભરમાંથી શ્રદ્ધાળુ લોકો પરિક્રમાવાસીઓ આવતા હોય છે પરંતુ પરિક્રમા દરમ્યાન માર્ગમાં પૂરતી સુવિધા ન હોવાથી પરિક્રમાવાસીઓ ને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તાજેતરમાં બેંગ્લોર થી નર્મદા પરિક્રમા કરવા આવેલ પરિક્રમાવાસીઓ નું ચાલુ પરિક્રમા દરમિયાન મોત નિપજ્યું છે.
બનાવની વિગત અનુસાર તિલકવાડા ના બ્રાહ્મણ શેરી માંથી પરિક્રમા કરતી વખતે પરિક્રમા વાસી બાલન કૃષ્ણમૂર્તિ ઐયર( ઉં.વ.65 રહે શ્રદ્ધા કૃપા પીજી હોઉસ 241 કે.એસ.ટી.લે આઉટ પીજી નગર બેંગલોર) ને અચાનક ચક્કર આવતા નીચે પડી ગયા હતા, તેમને તાત્કાલિક ગામના માણસો એ ખાનગી વાહનમાં સારવાર અર્થે સામુહિક કેન્દ્ર તિલકવાડા લઈ આવતા દર્દીને તપાસ કરતાં બાલન કૃષ્ણમૂર્તિ ઐયર ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ પરિક્રમાવાસીઓ નિધનની પરિક્રમાવાસીઓ માં ઘેરા શોકની લાગણી જન્મી હતી.