પ્લાન્ટમાંથી 10એમએમના લોખંડના સળિયા ની ભારી નંગ 22,1630 કિલોગ્રામના કિં.રૂ.75000/- ની ચોરી કરતા ચકચાર.
ચોરેલ માલ બાજુના ખેતરમાં મૂકી આઈસર ટેમ્પો ભરી ચોરી કરવાની કોશિશ નિષ્ફળ ગઈ.
આરોપીઓ ટેમ્પો મુકીને નાસી જતા મુદ્દામાં બચી ગયો.
ગરુડેશ્વર પોલીસ મથકમાં અજાણ્યા ટેમ્પા ચાલક સામે ફરિયાદ.
નર્મદાના ગરૂડેશ્વર તાલુકાના અંકતેશ્વર ખાતે આવેલ એપેક્ષ ટાર્મેક પ્રાઇવેટ લિમિટેડ પ્લાન્ટના ફેન્સીંગ તારની વાડ કાપી બાકોરું પાડી પ્લાન્ટમાં ઘૂસી તસ્કરો એક થાપ મારી હતી અને પ્લાન્ટમાંથી 10 એમએમના લોખંડના સળિયાની ભારી નંગ 221630 કિલોગ્રામના કિં.રૂ. 75000 /-ની ચોરી કરી ચોરેલા માલ બાજુના ખેતરમાં મૂકી આઈસર ટેમ્પો ભરી ચોરી કરવાની કોશિશ કરી હતી, પણ તેને કોઈ જોઈ જતા બીકના માર્યા ટેમ્પો મુદ્દામાલ છોડીને નાસી જતા મુદ્દામાલ બચી ગયો હતો. જોકે આ બાબતની ચોરીની ફરિયાદ ટેમ્પા ચાલક સામે ગરુડેશ્વર પોલીસ મથકમાં નોંધાઈ છે,
જેમાં ફરિયાદી એ.એસ.આઈ ગંભીરસિંગ ભાવસિંગ પી.એસ.ઓ આઈસર ટેમ્પોનો ચાલક તથા તેની સાથે આવેલ કોઈ અજાણ્યા ઇસમો ફરિયાદ નોંધી છે.
ફરિયાદની વિગત મુજબ કોઇ અજાણ્યા ઈસમો તથા ટેમ્પોચાલક એપેક્ષ ટાર્મેક પ્રાઇવેટ લિમિટેડ પ્લાન્ટમાં ઘૂસવા માટે ફેન્સીંગ તારની વાડ કાપી બાકોરું પાડી અંદર પ્રવેશ કરી રાત્રિના સમયે પ્લાન્ટમાંથી 10 એમએમના લોખંડના સળિયા ની ભરી નંગ 221630 કિલોગ્રામના કિ. રૂ.75000/- ની ચોરી કરી બાજુના ખેતરમાં મુકેલા આઇસર જિજે 22 ટી 1074 ટેમ્પામાં ભરી દીધો હતો. અને ચોરી કરી લઇ જવાની કોશિષ કરી હતી પણ કોઈ જોઈ જતા પકડાઈ જવાના બીકે ટેમ્પો કોઈ મુદ્દામાલ સાથે મૂકીને નાસી જતા પોલીસે ટેમ્પો કબજે કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.