ચોરી રોકવા LPG સિલિન્ડર હવે આગામી દિવસોમાં OTP વગર નહીં મળે.

દેશમાં ગેસ સિલિન્ડરની હોમ ડિલિવરીની સિસ્ટમ પહેલાં જેવી નહીં રહે. એક નવેમ્બરથી હોમ ડિલિવરી સિસ્ટમમાં બદલાવ થવાનો છે. LPG સિલિન્ડર હવે આગામી દિવસોમાં OTP વગર નહીં મળે. રિપોર્ટ અનુસાર ચોરી રોકવા અને યોગ્ય ગ્રાહકની ઓળખાણ કરવા માટે ઓઈલ કંપનીઓ નવા LPG સિલિન્ડરની નવી ડિલિવરી સિસ્ટમ લાગુ કરવાની છે. આ નવી સિસ્ટમને DAC (Delivery Authentication Code)નું નામ આપવામાં આવ્યું છે. 100 સ્માર્ટ સિટીમાંઆ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. જયપુરમાં આ સિસ્ટમનો પાયલોટ પ્રોજેક્ટ પહેલેથી ચાલી રહ્યો છે.