ત્રણ વર્ષથી અપહરણના વણ-શોધાયેલ ગુન્હાનો ભેદ ઉકેલી ભોગ-બનનાર સગીરાને શોધી તેમજ નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એલસીબી…

રાજકોટ: રાજકોટ ગ્રામ્યના વીરપુર પો.સ્ટે.ફર્સ્ટ ગુ.ર.ન૩૫/૨૦૧૭ ઈ.પી.કો.કલમ ૩૬૩,૩૬૬ વિ.ના ગુન્હાના ભોગ-બનનાર સગીરાને સુલતાન નામનો કોઈ અજાણ્યો ઇસમ અપહરણ કરી લઈ ગયેલ હોવાની ફરિયાદ નોંધાયેલ હોય અને આરોપી સુલતાનનું સાચું નામ કે કોઈ સરનામું ન હોય જેથી આ ગુન્હો લાંબા સમયથી વણ-શોધાયેલ તેમજ ભોગ-બનનાર સગીરા મળી આવેલ ન હોય જેથી સદરહુ અપહરણનો અન-ડીટેકટ ગુન્હો ડીટેકટ કરી ગુન્હાના ભોગ-બનનાર (અપહ્યત)ને શોધી કાઢવા તેમજ આ ગુન્હાના આરોપીના પકડી પાડવા પોલીસ અધીક્ષક શ્રી બલરામ મીણા સાહેબે આ ગુન્હાની તપાસ ચાર દિવસ પહેલાં અમો પો.ઇન્સ. એમ.એન. રાણાને સોંપેલ હોય જેથી આ ગુન્હાની ઉંડાણપૂર્વક તપાસ કરી આરોપીનું પગેરું શોધી અમારા માર્ગદર્શન હેઠળ પો.હેડ.કોન્સ.રવિદેવભાઇ બારડ તથા પો.કોન્સ. મયુરસિંહ જાડેજાને મળેલ હકીકત આધારે સદરહુ અપહરણના ગુન્હાના ભોગ-બનનાર(અપહ્યત)ને તથા નાસતા-ફરતા આરોપીને શોધી કાઢી સદરહુ અપહરણનો અન-ડીટેકટ ગુન્હો ડીટેકટ કરી પકડાયેલ આરોપીને કોવિડ-૧૯ ટેસ્ટ કરાવવા સારું હસ્તગત કરેલ છે. પકડાયેલ આરોપી – બશીર ઉર્ફે સુલતાન નુરમામાદભાઈ સુમરા ઉવ.૩૫ રહે.રંગપર તા.જી. મોરબી મૂળ ગામ-આયાનાગર ભુજ (કચ્છ) નો રહેવાસી છે.