આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *તા. 31/07/2020-શુક્રવાર

*“ના વાંધા પ્રમાણપત્ર” સત્તા કલેક્ટરોને*
ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય: “ના વાંધા પ્રમાણપત્ર” આપવાની સત્તા કલેક્ટરોને અપાઈ
શહેરી જમીન ટોચ મર્યાદા અને નિયમન અધિનિયમ, 1976 અંતર્ગત રાજયના અમદાવાદ, સુરત, વડોદરા, રાજ્કોટ, જામનગર અને ભાવનગર શહેરી સંકુલોમાં ટોચ મર્યાદા કરતાં વધારે જમીન ધારણ કરતા વ્યક્તિઓએ ભરેલ ડેકલેરેશન ફોર્મ સંબંધે કલમ 8 (4) થી કલમ 1 (6) સુધીની કાયદાની કાર્યવાહી હાથ ધરી વધારાની ફાજલ જાહેર કરેલ જમીનનો સરકાર હસ્તક કબજો સંભાળવામાં આવતો હતો.
**
*ખાતાકીય તપાસ વિના બરતરફ કરી શકાય નહિ: હાઈકોર્ટ*
અમદાવાદ સરકારમાં રેગ્યુલર, કરાર આધારિત કે ફિક્સ પગારદારો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હોવા છતા પણ ખાતાકીય તપાસ વિના તેમને નોકરીમાંથી બરતરફ કરી શકાય નહિ. હાઈકોર્ટે ચુકાદો આપતા આ અવલોકન કર્યું છે.કોર્ટના આ ચુકાદાને પગલે રાજ્યના 5 લાખ કર્મચારીને તેનો લાભ મળશે.
**
*મહિલા IPSની ધરપકડ*
મણીપુર પોલીસે લોકડાઉનના નિયમોનું ઉલ્લંન માટે એક મહિલા આઈપીએસ અધિકારીની અટકાયત કરવામાં આવી હતી. પશ્વિમી ઈંફાલ પોલીસે જણાવ્યું કે, આઈપીએસ અધિકારી થોનાઉઝમ બ્રિન્દા અને અન્ય બેનો લોકડાઉન દરમયાન નિયમો તોડવા માટે તાત્કાલલીક ધોરણે અટકાયત કરી હતી
**
*10,999માં એંડ્રોઈડ TV, 6 ઓગસ્ટથી ઓનલાઈન કરી શકશો ઓર્ડર*
Thomson ભારતમા નવા મેક ઈન ઈન્ડિયા સર્ટિફાઈડ અંડ્રોઈડ ટીવી મોડલ લોન્ચ કર્યુ છે જેની ગૂગલ સાથે મળીને ડેવલપ કરવામાં આવ્યુ છે
**
*મહંત સ્વામીને આમંત્રણ*
રામલલ્લા શિલાન્યાસ : અયોધ્યામાં ભૂમિપૂજન માટે ગુજરાતમાંથી BAPSના મહંત સ્વામી અને સારસાના અવિચલદાસજી સહિત 7 સંતોને આમંત્રણ રામમંદિર શિલાન્યાસ 5 ઓગસ્ટના 11.30 વાગ્યે PM મોદી અયોધ્યા પહોંચશે બે કલાકનો કાર્યક્રમ રહેશે
**
*જામનગર મહાપાલિકાના EWS આવાસનું લોકાર્પણ*
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જામનગર મહાપાલિકાના EWS આવાસ, ડ્રેનેજ અને પાણીની નવી પાઇપલાઇન તથા ઐતિહાસિક ભુજીયા કોઠા નવીનીકરણના કુલ રૂ. 155 કરોડના વિકાસ કામોના ગાંધીનગરથી ઇ-લોકાર્પણ અને ખાતમૂર્હત કર્યા હતા
**
*નકલી પોલીસ ઝડપાયો*
સુરત: લિંબાયતમાં પોલીસમાં હોવાની ખોટી ઓળખ આપી દુકાનદાર પાસેથી ચીજવસ્તુ પડાવનાર ઝડપાયો
**
*જયા જેટલીને રાહત*
જયા જેટલીને રાહત સંરક્ષણ ડીલ સાથે જોડાયેલા કેસમાં ટ્રાયલ કોર્ટની સજા પર દિલ્હી હાઇકોર્ટે રોક લગાવી
*
1975 પછી પ્રથમ વાર અદ્યતન સુધારાઓ સાથે ગુજરાત પોલીસે અદ્યતન પોલીસ મેન્યુઅલ તૈયાર કર્યું ગુજરાત પોલીસ મેન્યુઅલના આ નવા ડ્રાફ્ટને ઇ-બુકના માધ્યમથી પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે જેથી આ ઇ-બુક પોકેટ-કો એપ્લિકેશન અને ગુજરાત પોલીસની વેબસાઇટ પર સર્ચની સુવિધા સાથે ઉપલબ્ધ રહેશે. ગુજરાત પોલીસના તમામ સંવર્ગના અધિકારીઓ સરળતાથી સમજી અને ઉપયોગ કરી શકે તે માટે ગુજરાત પોલીસ મેન્યુઅલ ડ્રાફ્ટ ગુજરાતી ભાષામાં પણ ઉપલબ્ધ કરાવાશે. એટલું જ નહીં સમયાંતરે સમયાનુકુળ જરૂરી સુધારાને પણ અવકાશ રહેશે.
**
*બિન હથિયાર ધારી પોલીસ સબ ઈન્સ્પેક્ટરોની બદલી*
26 પોલીસ સબ ઈન્સ્પેક્ટરોની બદલી કરવામાં આવી છે જેઓને બદલીના સ્થેળે તાત્કાલિક હાજર થવા જણાવવામાં આવ્યું છે.
**
*પીએમઓમાં મોટા ફેરફાર*
વડા પ્રધાન કાર્યાલયમાં નાયબ સચિવ રહેલા હાર્દિક સતીષચંદ્ર શાહને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પીએમ મોદીના ખાનગી સચિવ બનાવવામાં આવ્યા છે શાહ 2010 બેચના ગુજરાત કેડરના આઈએએસ છે
**
*સરકારના આદેશને આચાર્ય ઘોળીને પી ગયા*
સુરતના બારડોલી તાલુકાના બાબેન ગામે આચાર્યએ વિદ્યાર્થીઓ અને વાલીઓને પ્રાથમિક શાળામાં બોલાવતા વિવાદ સર્જાયો છે. વાલીઓને પ્રશ્નપત્ર અને નોટબુક આપતા વિવાદ સર્જાયો હતો. સમગ્ર મામલે તપાસનો દોર શરૂ થયો હતો. હોમ લર્નિંગ અને મૂલ્યાંકન માટે જાહેર કરાયેલા પરિપત્ર મુજબ ધોરણ 1 થી 8 ના મૂલ્યાંકન કસોટીની નકલો ઘર સુધી પહોંચાડવાની હતી.
**
*1 કરોડ 40 લાખ પડાવી લેનાર બાવરી ગેંગનાની ધરપકડ*
સુરત જિલ્લાના કડોદરા પોલીસે બાવરી ગેંગના બે સાગરીતની ધરપકડ કરી હતી. ખોટા સોનાના સિક્કા બતાવી 1 કરોડ 40 લાખ પડાવી લેનાર ગેંગના 2 સાગરીતોની પોલીસે ઝડપી પાડયા હતા.
**
*બોગસ કૉન્ટ્રૅક્ટ દ્વારા ૮૦૦ કરોડનું કૌભાંડ*
મુંબઈ ઍરપોર્ટ કૌભાંડમાં ઈડીના દરોડા, 800 કરોડનું કૌભાંડ હોવાની આશંકા ઇન્ટરનૅશનલ ઍરપોર્ટના રીડેવલપમેન્ટ માટે ઍરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ જીવીકે ગ્રુપને ૨૦૦ એકર જમીન આપી હતી. આ કિસ્સામાં બોગસ કૉન્ટ્રૅક્ટ દ્વારા ૮૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હોવાના આક્ષેપ થયા હતા.
**
*અમદાવાદમાં નકલી નોટો છાપવાનું કૌભાંડ ઝડપાયું*
અમદાવાદ: શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા સંજયનગરમાંથી ક્રાઈમ બ્રાન્ચે નકલી નોટો બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે બે પિતરાઈ ભાઈઓની ધરપકડ કરી અને ૨૦૦ તેમ જ ૫૦૦ રૂપિયાની ૪૩૬ નકલી નોટો, પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
**
*ગાંધીનગરના મંત્રાલયમાં કોરોનાની એન્ટ્રી*
ગુજરાતમાં હવે ગાંધીનગર ખાતે આવેલા મંત્રાલય સુધી કોરોના વાઈરસનું સંક્રમણ પ્રસર્યું છે. સચિવાલયના સ્વર્ણિમ સંકુલ- ૨માં પ્રધાનની ઓફિસમાં કોરોના પહોંચી ગયો છે. રાજ્ય કક્ષાના પ્રધાન જયદ્રથસિંહ પરમારની ઓફિસના ક્લાર્ક કોરોના સંક્રમિત થયા હતો
**
*પીપીઇ કિટ તૈયાર કરતી કંપનીના ૪૪ કર્મચારી પોઝિટિવ*
મુંબઈ: કોરોના સંકટના કાળમાં કામ કરનારા પ્રત્યેક લોકો માટે પીપીઇ કિટ અતિ આવશ્યક છે. આરોગ્ય કર્મચારીઓથી લઇને સફાઇ કર્મચારીઓ સહિતના અનેક લોકો આ પીપીઇ કિટનો ઉપયોગ કરતા હોય છે. એવામાં નાશિકમાં પીપીઇ કિટ બનાવતી કંપનીના ૪૪ કર્મચારીને કોરોના થયો હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે
**
*રિઝર્વ બેંકના ડેપ્યુટી ગવર્નરની ૭મી ઑગસ્ટે પસંદગી*
નવી દિલ્હી: રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નરની પસંદગી ૭મી ઑગસ્ટે કરાશે અગાઉ આ હોદ્દા માટે ઇન્ટરવ્યુ ૨૩મી જુલાઇએ રાખવામાં આવ્યો હતો
**
*ચોટીલામાં ચામુંડાએ ઓઢી લીલી ઓઢણી*
ચોટીલામાં ચામુંડાનું ધામ ચોટીલા ડુંગર એટલે આસ્થાનું પ્રતીક માના દર્શન કરીને ધન્યતા અનુભવતા શ્રદ્ધાળુઓને ચોમાસામાં ડુંગરનું ખીલેલુ કુદરતી સૌંદર્ય પણ ધન્ય કરે છે ધરાને તૃપ્ત કરતા વરસાદ પછી ચોટીલા ડુંગર ચારેકોરથી લીલોતરીથી ભર્યોભર્યો બન્યો છે હરિયાળા ડુંગરને જોઈને જાણે માંચામુંડાએ લીલી ઓઢળી ઓઢી હોય તેવી પ્રતીતિ થઈ રહી છે
**
*ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન કામગીરી અંતિમ તબક્કામાં*
દેશમાં પહેલી વાર રેલવે ટ્રેક પર તૈયાર થઈ રહેલી આ 5 સ્ટાર હોટેલની 90 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે જેમાં મોટા ભાગનું સિવિલ વર્ક પૂર્ણ કરી દેવાયું છે અને હાલમાં ફર્નિચર ઇન્ટીરિયર અને ફર્નિશિંગ સહિતની કામગીરી ચાલી રહી છે જેના માટે 15 એજન્સીના 950થી વધુ કારીગરો કામ કરી રહ્યા હોવાનું સ્ટેશન અધિકારીએ જણાવ્યું છે
**
*આતંકી હુમલાની ભીતિ ઈન્ટેલીજન્સ એજન્સી આપી ચેતવણી*
દેશમાં પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તોયબાએ રામ મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમ પહેલાં અયોધ્યા, દિલ્હીઅને જમ્મુ-કાશ્મીરમાં મોટા આતંકવાદી હુમલાનું ષડયંત્ર ઘડયું છે. ભારતની ગુપ્તચર એજન્સી RAW ત્રણેય રાજ્યોમાં એલર્ટ જારી કર્યો છે
**
*આવકવેરા રિટર્નમાં આવક ઓછી દેખાડશો તો થશે કાર્યવાહી*
આ વખતે આવકવેરા રિટર્ન ભરતી વખતે તમારે ખાસ સાવધાની રાખવાની જરૂરત છે. તમે પોતાના રિટર્નમાં તમારી આવક ઓછી દેખાડશો કે છુપાવશો તો તેના ઉપર 50 ટકા દંડની રકમ ભરવી પડી શકે છે