રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સરકારે આપેલા 15 વેન્ટિલેટર શોભાના ગાંઠિયા સમાન.
કોરોનાના દર્દીનું મૃત્યુ થતાં મૃતદેહ મેળવવા પરિવારજનોને ફક્ત લિફ્ટ ખોટકાવાને કારણે દોઢ કલાકની રાહ જોવી પડી હતી !
રાજપીપળા કોવિદ હોસ્પિટલમાં સરકારે કોરોના ના દર્દી ગંભીર પરિસ્થિતિમાં સારવાર માટે 15 વેન્ટિલેટર આપ્યા છે. છતાં વેન્ટિલેટરની જરૂરીયાત વાળા દર્દીઓને વડોદરા રીફર કરાઇ રહ્યા છે.
રાજપીપળા,તા. 29
રાજપીપળા કોવિડ હોસ્પિટલ માં સરકારે આપેલા 15 વેન્ટિલેટર શોભાના ગાંઠિયા સમાન પુરવાર થાય છે.શ્વાસની તકલીફ વખતે એક દર્દીઓના વેન્ટીલેટર પર મુકવામાં આવતા નથી જેમાં બે દર્દીના મોત થયા છે.તેમના સગા વ્હાલાઓ એ વેન્ટિલેટર શોભાના ગાંઠિયા સમાન પુરવાર થયા નો ગંભીર આક્ષેપ કર્યો છે.
સરકારે આરોગ્ય કર્મીઓને વેન્ટિલેટર ઓપરેટ કરવાની ટ્રેનિંગ પણ આપી હોવા છતાં ગંભીર હાલતમાં દર્દીઓને અન્ય શહેરોમાં રીફર કરાઇ છે એનો અર્થ એ થયો કે વેન્ટિલેટર નો ઉપયોગ નથી કરતા તો અથવા કોઈ ડોક્ટરને વેન્ટિલેટર ઓપરેટ કરતા આવડતું નથી ! અમુક પરિસ્થિતિમાં તો વેન્ટિલેટર ઓપરેટ કરવા પ્રાઇવેટ ડોક્ટરોને પણ બોલાવવામાં આવ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. તો બે એક સિરિયસ કેસમાં ઓપરેટ કરનારા રજા ઉપર હોવાને કારણે વેન્ટિલેટર ચાલુ કરી શકાયું ન હોવાની પણ મૃતક દર્દીના સગા વ્હાલા હોય આક્ષેપો કરેલો છે.
ખાટલે મોટી ખોડ એ છે કે કોવીડ હોસ્પિટલમાં ફક્ત એક જ ફિઝિશિયન છે.તો એનાથી આખું તંત્ર ચલાવવું પણ મુશ્કેલ છે,તો બીજી બાજુ કોવિડ હોસ્પિટલના કર્મીઓ અને જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ વચ્ચે તાલમેલ ન હોવાથી પણ દર્દીઓ અટવાતા હોવાનું ચર્ચાય છે. રાજપીપળા શહેરમાં ચાલતી ચર્ચા મુજબ થોડા દિવસ પહેલાં કોરોનાના દર્દીનું વહેલી સવારે મૃત્યુ થયું તો એમનો મૃતદેહ મેળવવા પરિવારજનોને ફક્ત લિફ્ટ ખોટકાવાને કારણે દોઢ કલાક રાહ જોવી પડી હતી.આ અંગે કલેકટર સહિત જવાબદાર અધિકારીઓ ગંભીરપણે યોગ્ય તપાસ કરી દર્દીઓ માટે ઉત્તમ સુવિધા પૂરી પાડે તેવી લોકોની માંગ છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા