34 લાખના એમડી ડ્રગ્સના જથ્થા સાથે મુંબઈની મહિલા સહિત ચાર આરોપી ઝડપાયા.

અમદાવાદમાં 34 લાખના એમડી ડ્રગ્સના જથ્થા સાથે મુંબઈની મહિલા સહિત ચાર આરોપીને પકડી લેવામાં આવ્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શાહઆલમ ટોલનાકા પાસે આવેલી સિલ્વર સ્પ્રિંગ હોટલમાં દરોડો પાડ્યો હતો અને ત્યાંથી આ આરોપીઓને પકડ્યા હતા. શાહઆલમ હોટલમાં રોકાયેલા ત્રણ આરોપી શાહપુરના શાહ નવાઝને નશીલો પદાર્થ આપવા આવ્યા હતા. પોલીસ તપાસમાં તેઓ શાહપુરમાં રહેતા શાહ નવાજઝ ને આ નશીલા પદાર્થોનો જથ્થો આપવા આવ્યા હોવાની માહિતી આધારે પોલીસે શાહ નવાઝને પણ દબોચી લીધો હતો.