અત્યંત સેવાભાવી અને વિનમ્ર એવા ર્ડો પાર્થ પંડ્યા કોરોનગ્રસ્ત થતા તબીબ જગત ચિંતામાં .
વૈશ્વિક મહામારી કોરોને સમગ્ર વિશ્વ સહીત ભારતને પણ પોતાના ભરડામાં લીધું છે ત્યારે ગુજરાતના પાટનગરના હાલ પણ ખુબ ભયજનક છે . ગાંધીનગર ના યુવાન , સેવાભાવી અને અત્યંત વિનમ્ર એવા ર્ડો પાર્થ પંડ્યા કોરોનાગ્રસ્થ થયા છે . પાટનગરની જાણીતી હોસ્પિટલ શાશ્વત માં ર્ડો તરીકે અને આશકા હોસ્પિટલમાં કન્સલ્ટિંગ ર્ડો તરીકે ફરજ અદા કરે છે. કહેવાય છે કે ડોક્ટર ભગવાન નું જ રૂપ છે. તે હાલ કોરોનકલમાં સાર્થક જણાઈ રહ્યું છે. કોરોનકલમાં પણ કોઈ દર્દી પોતાની સારવાર થી મોકૂફ ન રહી જાય અને સમયસર સારવાર મળે તે સેવાભાવ થી ર્ડો પાર્થ પંડ્યાએ કોરોના જેવા કપરા સમયમાં પણ તાવ , શરદી , ઉધરસ , ડાયાબિટીસ , હૃદય રોગોના દર્દીઓની ખડેપગે સેવા કરવામાં કોઈ કસર બાકી નહોતી રાખી.તે જ કારણસર સેવા કરતા કરતા હાલ પોતે કોરોનાગ્રસ્થ થયેલ છે. સેવાભાવના ગુણ પોતાને પિતા નિલેશભાઈ અને માતા પૂર્ણિમાબેન તરફથી મળેલ છે.નાનો ભાઈ હર્ષ પણ ભાઈના પગલે ચાલીને પીજી મેડિકલની પરીક્ષા પાસ કરીને એડમિસન ની રાહ જોઈ રહ્યો છે અને ડોક્ટર બનીને દેશની સેવા કરવા માંગે છે. હાલ સમગ્ર પરિવાર કોરન્ટાઇન છે.
ખુબજ સ્વછતા રાખીને , પીપીઈ કીટ પહેરીને અને દર્દીનું ટેમ્પરેચર ચેક કરીને સેનિટાઇઝર થી દર્દી નું તમામ પેરામીટર થી ધ્યાન રાખ્યા બાદ પણ જો ડોક્ટર પણ કોરોનગ્રસ્ત થતા હોય ત્યારે આમ જાણતા એ પોતાની સ્વાઇચ્છિક જવાબદારી સમજીને કામ વગર બહાર ન નીકળીને ઘરમાં જ રહેવું જોઈ ..