ભારત ઉપરવાસમાં વરસાદનું જોર ઘટયું કરજણ ડેમ રૂલ લેવલ કરતાં વોટરલેવલ વધારે હોવાથી ત્રણ ગેટ ખોલાયા. કરજણ ડેમના ત્રણ ગેટમાંથી 8439 ક્યુસેક પાણી છોડાયું. કરજણ ડેમની આજે સપાટી 110.60 મીટરે પહોંચી. કરજણ ડેમમાં પાણીની આવક 11291 ક્યુસેક સામે જાવક 8851 ક્યુસેક. કરજણ ડેમ 76.16 % ભરાયો. રાજપીપળા, તા.26 છેલ્લા 13 દિવસથી નર્મદાના નર્મદા દેડીયાપાડા, સાગબારા ઉપરવાસમાં સતત વરસાદ બાદ આજે વરસાદનું જોર ઘટયું હતું. જોકે ડેમનું રૂલ લેવલ કરતા વોટરલેવલ વધારે હોવાથી ડેમના ત્રણ ગેટ ખોલાયા હતા.જેમાં 2, 4 અને 6 નંબરના ત્રણ ગેટ 0.60 મીટર ઊંચા ગેટ ખોલી તેમાંથી 8439 પાણી છોડવામાં આવ્યું છે. કરજણ ડેમની આજની સપાટી 110.60 મીટરે પહોંચી હતી.કરજણ ડેમમાં પાણીની આવક 11291 ક્યુસેક સામે જાવક 8851 ક્યુસેક નોંધાઈ છે. કરજણ ડેમ હાલ 76.16% ભરાયો છે. કરજણ ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર એ.વીમહાલેના જણાવ્યા અનુસાર આજે કરજણ ડેમનું લેવલ 109.93 મીટર હતું જે સવારે વધીને 110.60 મીટર થઇ જતાં રૂલ લેવલ કરતા 0.67 સેમી વધી જતા આજે 2, 4, 6 નંબરના 3 ગેટ 0.60 મીટરના ઊંચા ખોલવામાં આવ્યા હતા.અને તેમાંથી 8439 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે . ડેમાં આજે તો 76.16 % ભરાઈ જતા કરજણ ડેમ આજે પણ વોર્નિગ સ્ટેજ પર મુકવામાં આવ્યો છે. ડેમના સત્તાવાર આંકડા પ્રમાણે કરજણ ડેમનો લાઈવ સ્ટોરી 376.33 મિલિયન ઘન મીટર છે, અને ગ્રોસ સ્ટોરેજ 410.34 મીટર નોંધાયો છે.હાલ 3 ગેટમાંથી હાલ 8439 ક્યુસેક પાણી જઈ રહ્યું છે. એ ઉપરાંત સ્મોલ હાઈડ્રો પાવરમાં વીજ ઉત્પાદન માટે 412 પાણી ડિસ્ચાર્જ કરાતા કરજણ નદીમાં હાલ કુલ 8851 ક્યુસેક જળરાશિ છોડવામાં આવતા કરજણ નદી બે કાંઠે વહેવા લાગી છે. સ્મોલ હાઈડ્રો પાવરના બંને વિજ યુનિટો હાલ ચાલુ છે.જેમાંથી 412 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થતા પ્રતિદિન 72000 યુનિટ વીજળીનું ઉત્પાદન શરૂ થઈ રહ્યું છે. રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા. Krunal SoniAugust 26, 2020August 26, 2020 ઉપરવાસમાં વરસાદનું જોર ઘટયું કરજણ ડેમ રૂલ લેવલ કરતાં વોટરલેવલ વધારે હોવાથી ત્રણ ગેટ ખોલાયા. કરજણ ડેમના ત્રણ ગેટમાંથી 8439… Share this:Click to share on WhatsApp (Opens in new window)Click to share on Twitter (Opens in new window)Click to share on Facebook (Opens in new window)Click to share on LinkedIn (Opens in new window)