*દિલ્હી ખાતે ડોક્ટર કિરીટભાઈ સોલંકીની અધ્યક્ષતામાં ઉડાન સંસ્થાનુ રાષ્ટ્રીય સ્તરે વિધિવત રજીસ્ટ્રેશન કરાયું.*
દિલ્હી, સંજીવ રાજપૂત: ડો.બાબાસાહેબ આંબેડકરની વિચારધારાને આગળ વધારવા અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તેમજ વિવિધ સમાજના ગરીબ જરૂરિયાતમંદ લોકોની સાથે મહિલાઓના વિવિધ ક્ષેત્રે વિકાસ માટે તારીખ ૧૨/૨/૨૦૨૩ ના રોજ જાણીતા રાજકારણી ડો. કિરીટ ભાઈ પ્રેમજીભાઈ સોલંકી, ભૂતપૂર્વ પેનલ સ્પીકર લોકસભા, ભૂતપૂર્વ અધ્યક્ષ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સંસદીય કલ્યાણ સમિતિ, ભૂતપૂર્વ સાંસદ અમદાવાદ પશ્ચિમની અધ્યક્ષતામાં ડો બાબા સાહેબ આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટર ૧૫ જનપથ, નવી દિલ્હી ખાતે “ UPLIFTMENT DEPRIVED AND ALL NEEDY ” UDAAN ની સ્થાપના કરવામાં આવી હતી. ઉડાન સંસ્થા આજે દેશના ૩૨ રાજ્યોમાં તેની શાખાઓ ધરાવે છે ખૂબ જ ટૂંકા ગાળામાં ઉડાન સંસ્થાએ સામાજિક કાર્યો થકી મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે.
પ્રોફેસર શ્રીમતી સંગીતા સિંઘ (નવી દિલ્હી), અશોક કુમાર સુનાટકરી (ડૉ. બાબા સાહેબ આંબેડકર દ્વારા સ્થાપિત સિદ્ધાર્થ કૉલેજ મુંબઈ, મહારાષ્ટ્રના પ્રિન્સિપાલ) અશોક સાગર (ઉદ્યોગપતિ,ગાઝિયાબાદ યુપી) મોહિત કુમાર રાણા ( એમ,ડી મેન પાવર એજન્સી ગાઝિયાબાદ યુપી) અરુણ કુમાર (યુવા સામાજિક કાર્યકર પાટણ-ગુજરાત) ઉપસ્થિત રહ્યા હતા અને UDAAN ના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. કિરીટ ભાઈ પ્રેમજીભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ દિલ્હી ખાતે UDAAN નું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તા. 13/12/1935 ના
આ દિવસે નાગપુરમાં “જય ભીમ” શબ્દનો સર્વપ્રથમ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મહાન દિવસના રોજ ઉડાનની વિધિવત રજીસ્ટ્રેશન વિધિ કરાઈ હતી.
,