દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કોંગ્રેસનો સફાયો. 800 ઉપર કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા.
દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત: ભારત વિશ્વ સ્તરે અગ્રેસર બન્યું છે, વિકાસશીલ બન્યું છે, દેશનું અર્થતંત્ર મજબૂત બન્યું છે ત્યારે ૮૦૦ જેટલાં કોંગ્રેસનાં કાર્યકરોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કાર્યશૈલીથી પ્રભાવિત થઈ કોંગ્રેસ સાથે છેડો ફાડી, લોકલાડીલા સાંસદ પૂનમબેન માડમ, મંત્રી મુળુ ભાઈ બેરા, જીલ્લા ભાજપ પ્રમુખ મયુર ભાઈ ગઢવીની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી માં જોડાયા હતા.
દ્વારકા જિલ્લા કોંગ્રેસ મહામંત્રી અને જિલ્લા પંચાયત સદસ્ય એભાભાઈ કરમુર, વિરોધ પક્ષ નેતા અને તાલુકા પંચાયત સદસ્ય યોગેશભાઈ નંદાણીયા, તાલુકા પંચાયત સદસ્ય લક્ષ્મણભાઈ ચાવડા, દ્વારકા કોંગ્રેસ બક્ષીપંચ સેલ પ્રમુખ કિશનભાઈ ભાટિયા, તાલુકા પંચાયત સદસ્ય વાડીનાર માલસીભાઈ ડાહિયા, દ્વારકા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ સાવન કરમુર, એપીએમસી ડિરેક્ટર ખંભાળિયા બાબુભાઈ ગોજિયા, સહિત ૧૪ જેટલા સરપંચઓ તેમજ પૂર્વ સરપંચઓ સહિત ૮૦૦ કાર્યકર્તાઓએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.
આ તબક્કે સાંસદ પૂનમબેન માડમ, મંત્રી મુળુ ભાઈ બેરા, જીલ્લા ભાજપ પ્રમુખ મયુર ભાઈ ગઢવી એ તેઓને ભાજપ નો ખેસ પહેરાવી આવકાર્યા હતા.