નાકાબંધી દરમિયાન મહારાષ્ટ્ર તરફ ભાગેલ ફોર વ્હીલર ગાડીનો ફિલ્મીઢબે પીછો કરી ઝડપી પાડી પ્રોહિ. મુદ્દામાલ કબ્જે કરતી સાગબારા પોલીસ
@મનિષ_કંસારા
નર્મદા: સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરા તથા પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક, નર્મદા નાઓને આંતર રાજ્ય ચેકપોસ્ટ ઉપર સઘન વાહન ચેકીંગ કરી ગેરકાયદેસર થતી પ્રવૃત્તિઓ અટકાવવા અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચનાઓ અનુસંધાને પી. આર. પટેલ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક રાજપીપલા ડિવિઝન રાજપીપલા તથા પી. જે. પંડ્યા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર ડેડિયાપાડા નાઓનાં માર્ગદર્શન હેઠળ સી. ડી. પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાગબારા પો.સ્ટે. તથા પોલીસ સ્ટાફનાં માણસો ધનશેરા ચેકપોસ્ટ વાહન ચેકીંગ કરતા હતા તે દરમિયાન મહારાષ્ટ્ર તરફથી એક સફેદ કલરની હૂંડાઈ આઈ-૨૦ ગાડી નંબર GJ 16 BK 6402 ની શંકાસ્પદ આવતા;
જેને ચેક કરવા માટે દુરથી ઇશારો કરતા સદરહું ગાડીનાં ચાલકે દૂરથી પોલીસની નાકાબંધી જોઇ તેની ગાડી પાછી વાળી મહારાષ્ટ્ર તરફ ભાગવા લાગતા, તેનો પોલીસે પીછો કરતા મજકુર ઈસમે હાઇવે રોડ ઉપર ચીકાલી ફાટક નજીક નર્મદા હોટલની બાજુમાં પોતાની ગાડી મુકી ભાગી ગયેલ હોય, જે હૂંડાઈ આઈ-૨૦ ગાડીમાં ચેક કરતા તેમાં ગે.કા. વગર પાસ પરમીટ નાં ભારતીય બનાવટનાં વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બીયર ટીન મળી કુલ નંગ-૨૬૮(દારૂ લીટર-૧૧૪) કુલ કિં.રૂ. ૬૩,૮૦૦/- તથા હુંડાઇ ગાડી નંગ-૦૧ કિં.રૂ. ૩,૦૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૩,૬૩,૮૦૦/-નો મુદ્દામાલ પકડી પાડી હૂંડાઈ આઇ-૨૦ ગાડીનાં અજાણ્યા ચાલક વિરૂધ્ધમાં સાગબારા પોલીસ સ્ટેશન પાર્ટ, સી-ગુ.ર.નંબર ૧૧૮૨૩૦૨૧૨૪૦૧૦૧/૨૦૨૪ પ્રોહિ. એક્ટ કલમ- ૬૫(એ)(ઇ), ૯૮(૨), ૧૧૬(બી) મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
વોન્ટેડ આરોપીઓ:- (૧) હુંડાઇ આઇ-૨૦ ગાડી નંબર GJ 16 BK 6402 ગાડીનો અજાણ્યો ચાલક
કબ્જે કરેલ મુદ્દામાલ:- ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બીયર ટીન મળી કુલ નંગ-૨૬૮ (દારૂ લીટર -૧૧૪) કુલ કિં.રૂ.૬૩,૮૦૦/-
ઉપરોક્ત કામગીરી કરનાર સાગબારા પોલીસ સ્ટેશન ટીમ:- (૧) સી. ડી. પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાગબારા પોલીસ સ્ટેશન (૨) એ.એસ.આઈ. મોતીરામ સંજયભાઈ બ.નં.૭૮૦ (૩) પો.કો. ગણપતભાઈ ખાનસીંગભાઇ બ.નં.૪૫ (૪) પો.કો. રાકેશભાઈ ચંપકભાઈ બ.નં.૮૦૨ (૫) પો.કો. સંદીપભાઈ ગીરધરભાઈ બ.નં.૨૫૩, સાગબારા પોલીસ સ્ટેશન દ્વારા ઉપરોક્ત કામગીરી ટીમ વર્ક થી કરવામાં આવી હતી.