*શમા સ્કૂલ અમદાવાદ દ્વારા દિવાળી વેકેશન સ્પોર્ટ કેમ્પનું આયોજન કરાયું*
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ ખાતે વિદ્યાર્થીઓના સંતુલિત વિકાસ અને સર્વાંગી વિકાસ માટે શમા સ્કૂલ દ્વારા દિવાળી વેકેશન સ્પોર્ટ કેમ્પનું આયોજન આવ્યું હતું.
ખેલકૂદ એ એવી એક પ્રવૃત્તિ છે જે જીવનને સકારાત્મક રીતે પ્રભાવિત કરી શકે છે. આ પ્રવૃત્તિ માનવના શારીરિક, માનસિક અને સામાજિક વિકાસમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતી હોય છે. અમદાવાદની શમા સ્કૂલ, દાણીલીમડા દ્વારા વેકેશન દરમિયાન ક્રિકેટ, કરાટે, સ્કેટિંગ અને આર્ટ એન્ડ ક્રાફ્ટ સેમિનાર જેવી વિવિધ રમતગમતની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેના ભાગરૂપે અફઝલભાઈ, અબ્દુલ હમીદ અને શાહિદભાઈની હાજરીમાં વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ઈનામો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં વાલીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ આ પ્રોગ્રામને સફળ અને અસરકારક બનાવ્યો હતો.