*ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરતા રાજ્ય શિક્ષણમંત્રી*

*ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરતા રાજ્ય શિક્ષણમંત્રી*

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યના પાટનગર ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ – 2, ગાંધીનગર ખાતે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની અધ્યક્ષતામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે વિવિધ રજૂઆતો સંદર્ભે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં મંત્રી પ્રફુલભાઈએ સંબંધિત અધિકારીઓને વિવિધ શિક્ષણલક્ષી મુદ્દાઓ પરત્વે હકારાત્મક વલણ સાથે નિવારણ લાવવા જરૂરી સૂચનાઓ આપી હતી.