*બાળપણ અને રવિવાર…..વાર્તા*

*બાળપણ અને રવિવાર*

 

શું સુંદર મજાનાં એ દિવસો

યાદ કરતાં આંખોમાં આવે અશ્રુની હેલી…

 

ન કોઈ મોબાઈલ, ન કેમેરા, 

તોય જીવંત એ યાદો… 

ગામ નાનું ને ઓળખે સૌ કોઈ.

 ફરતાં અમે નાનાં બાળ ગામ આખાયમાં… 

 

સોમથી શનિ બધાંય સ્કૂલમાં, 

આવતાં જ રવિવાર થતાં ભેગાં એક ઘરમાં..

ન કોઈ ગરીબી નડતી, ન નડતી

 નાતજાત, ખુશીથી મળતો આવકાર દરેક ઘરોમાં… 

 

પડતાં સૌ બાળ ગામની ગલીઓમાં, હરતા ફરતાં રમતાં, ખાતાં કોઈનાં ઘરે, વિના કોઈ ખચકાટ… 

 

સાંજ થતાં જ રવિવારની પહોંચતાં ફરી ઘરે,

પડતાં જ સવાર રવિવારની નીકળી

કરવા તૈયારી સોમવારથી જવાને સ્કૂલે…

 

ફરી મળતાં સૌ બાળકો, એક જ સ્કૂલ, એક જ ગામમાં, જોતાં રહેતાં રવિવારની વાટ.

 

*રવિવાર એટલે શું?*

 

વ્યવસાયમાં વિખરાયેલી જિંદગીને,

પરિવાર સાથે બેસીને,થોડું થિંગડું મારવાનો દિવસ.

જીવનમાં રવિવારના બે તબક્કા

બાળપણનો રવિવાર એટલે થાકવાનો રવિવાર…..!

              અને

અત્યારનો રવિવાર એટલે થાક ઊતારવાનો રવિવાર…..!

રવિવાર એટલે આ એક્ષપ્રેસ જીંદગીની રેલગાડીની સફરમાં આવતુ એક નાનુ સ્ટેશન…

ક્યારે આવી ને જતુ રહ્યે છે ખબરજ નથી રહેતી …!!!