ગેરકાયદેસર હવાલાના રોકડા રૂપિયા સાથે એક ઈસમને ઝડપી પાડતી એસ.ઓ.જી. ભરૂચ

 

✍️ મનિષ કંસારા

ભરૂચ: પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ વડોદરા વિભાગ, વડોદરા તથા પોલીસ અધિક્ષક ડો. લીનાબેન પાટીલ ભરૂચના ઓની સુચના અને માર્ગદર્શન આધારે.

પોલીસ ઇન્સ્પેક્ટર એ. એ. ચૌધરી નાઓએ પોતાની ટીમ કાર્યરત કરેલ જે આધારે પો.સબ.ઇન્સ. એ. વી. શિયાળીયા નાઓ ટીમ સાથે ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હે.કો. અનિરૂધ્ધસિંહ રણજીતસિંહ તથા હે.કો. નરેશભાઈ અંબારામભાઈ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત નાં આધારે એક ઈસમ રફીક અલ્લી ઇબ્રાહીમ કોઢીયા નાનો ઓટો રીક્ષા નંબર-GJ-16-AT-6015 માં ગેરકાયદેસર હવાલાના રૂપિયા લઈ પસાર થનાર હોય જે આધારે વૉચ રાખી પાંચબત્તી સર્કલ પાસે રોકી ચેક કરતા મળી આવેલ રોકડા રૂપિયા બાબતે પ્રાથમિક પુછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ ન આપતા સી.આર.પી.સી. ૪૧(૧)ડી મુજબની કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ અને આ નાણાં ક્યાંથી લાવેલ અને કોને પહોંચાડવાના હતા તેમજ અગાઉ તેના દ્વારા આ રીતે કેટલી વાર હવાલાના રૂપિયા મંગાવવામાં આવેલ તે દિશામાં પણ એસ.ઓ.જી. ભરૂચ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

 

પકડાયેલ આરોપી: રફીક અલ્લી ઇબ્રાહીમ કોઢીયા ઉં.વ.૪૧ રહે.ટંકારીયા નાના પાદર, નવી નગરી તા.જિ.ભરૂચ

 

પકડાયેલ મુદ્દામાલ: (૧) રોકડા રૂપિયા ૧૯,૩૨,૫૦૦/- (૨) મોબાઇલ ફોન નંગ-૦૧, કિં.રૂ. ૫,૦૦૦/- (૩) ઓટો રીક્ષા નંબર-GJ-16-AT-6015 ની કિં.રૂ.૧,૦૦,૦૦૦/- મળી તમામ મુદ્દામાલ કિં.રૂ. ૨૦,૯૭,૫૦૦/-

 

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓનાં નામ: પોલીસ ઇન્સ્પેક્ટર એ. એ. ચૌધરી, પો.સ.ઇ. એ. વી. શિયાળીયા તથા હે.કો. અનિરૂધ્ધસિંહ રણજીતસિંહ, હે.કો. નરેશભાઈ અંબારામભાઈ, હે.કો. રવિન્દ્રભાઈ નુરજીભાઈ તથા પો.કો. વિનોદભાઈ રણછોડભાઈ એસ.ઓ.જી. ભરૂચ દ્વારા ટીમ વર્ક થી કરેલ છે.