જુગા૨નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભચાઉ પોલીસ
પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓ ત૨ફથી જિલ્લામાં પ્રોહીબિશન તથા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરથી ઝેડ.એન.ઘાસુરા નાઓને મળેલ ખાનગી બાતમી હકીકત આધારે પોલીસની ટીમ તથા પંચો સાથે ભચાઉ ટાઉનમાં આવેલ સથવારાવાસ મણીનગર મોમાય માતાના મંદીર પાસે જાહેર ખુલ્લી જગ્યામાં રૂપિયાની હારજીતનો તીનપત્તીનો ગે.કા નો જુગાર રમતા આરોપીઓને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપીઓ: (૧) ધર્મેન્દ્ર વિનોદભાઇ ઠક્કર ઉ.વ ૩૧ રહે.મકાન નં.૫૩ ટાટા નગર ભચાઉ (૨) પપ્પુ વાઘાભાઈ કોલી ઉ.વ ૩૪ રહે.માનસરોવર વિસ્તાર ભચાઉ (3) મયુર મનુભાઇ કોલી ઉ.વ ૨૭ રહે.હીંમતપુરા ભચાઉ (૪) અબ્બાસ દીનમામદ મી૨ ઉ.વ ૨૩ રહે.માનસરોવર વિસ્તાર ભચાઉ
કબ્જે કરેલ મુદ્દામાલ: (૧) રોકડા રૂપિયા ૧૦,૬૦૦/- (૨) મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૧૦૦૦/-(3) ગંજીપાના નંગ-૫૨ કિ.રૂ. ૦૦/૦૦ – કુલ કિ.રૂ: ૧૧,૬૦૦/
આ કામગીરી ભચાઉ પોલીસ ટાઉન બીટ ઇન્ચાર્જ એ.એસ.આઈ બાબુલાલ મિયોઞા તથા સર્વેલન્સ સટાફ ટીમ વર્ક દ્વારા કરવામાં આવેલ છે.