રિલાયન્સ ફાઉન્ડેશન સાબરકાંઠા અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડબ્રહ્મા ના સયુંકત ઉપક્રમે જૈવિક ખેતી અને ખેતી ખર્ચ બાબતે તાલીમ યોજવામાં આવી.
રિલાયન્સ ફાઉન્ડેશન સાબરકાંઠા જિલ્લા ના પાંચ તાલુકામાં ગ્રામીણ પરિવર્તન કાર્યક્રમ અંતર્ગત ગ્રામીણ વિકાસની વિવિધ કામગીરીઓ કરી રહ્યું છે જેમાં સાબરકાંઠા જિલ્લાની સ્થાનિક સંસ્થા નરોત્તમ લાલભાઈ ટ્રસ્ટ સાથે મળી જિલ્લાના પાંચ તાલુકાના ૨૫૦ જેટલા ગામોમાં ગ્રામીણ વિકાસને લગતા કાર્યો કરવામાં આવી રહ્યા છે જેમાં ગ્રામ પંચાયત ને તાલીમ માહિતી માર્ગદર્શન અને ગ્રામ પંચાયતનું પંચવર્ષીય આયોજન બનાવવામાં મદદ કરવી પાણી સંગ્રહ પાણી ની બચત અને વ્યવસ્થાપન બાબતે વિવિધ કાર્યો ખેતીમાં નવી ટેકનોલોજી ખેડૂત સંગઠનો કૃષિ આવકમાં વધારો મહિલા વિકાસ બાબતે મહિલા મંડળોના સંગઠનો ને તાલીમ માહિતી અને રોજગાર પ્રવૃત્તિઓમાં મદદ યુવાનો ને ખેતી અને બિનખેતી માં રોજગાર મેળવવા મદદ અને ગ્રામીણ રોજગાર ને પ્રોત્સાહન તેમજ કુપોષણ નાબૂદી જેવા વિવિધ કાર્યો માટે સરકારના વિવિધ વિભાગો સાથે મળી ને કાર્યો કરવામાં આવી રહ્યા છે
હાલમાં ખેડબ્રહ્મા તાલુકાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર માં ખેડબ્રહ્મા અને વડાલી તાલુકાના ૧૫ ગામોના ૪૦ જેટલા ખેડૂતો સાથે એક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રિલાયન્સ ફાઉન્ડેશન ના વ્રજલાલ રાજગોર દ્વારા કાર્યક્રમની સરુઆત કરતા શાબ્દિક સ્વાગત સાથે રિલાયન્સ ફાઉન્ડેશન અને નરોતમ લાલભાઈ સંસ્થા નો પરિચય અને કાર્યો ની માહિતી આપી હતી ત્યારબાદ રિલાયન્સ ફાઉન્ડેશન ના પ્રોગ્રામ મેનેજર મુકેશભાઈ કલાલ દ્વારા ખેતીમાં જરૂરી બદલાવ પર્યાવરણમાં આવતા બદલાવો અને તેના કારણે ખેડૂતોને થતી નુકશાની અને તેમાં ટકી રહેવા ખેડૂતો ની ક્ષમતા વધારવા બાબતે વાત કરી હતી
ત્યાર બાદ વનબંધુ પોલીટેકનિક ના પ્રોફેસર ડો. નિરવ જે ચૌધરી સાહેબ દ્વારા પ્રાકૃતિક ખેતી અને કીટ નિયંત્રણ ના દેસી ઉપાયો બાબતે માહિતી આપતા કીટનાશક ની વિવિધ પદ્ધતિઓ સમજાવવામાં આવી કેમિકલ મુક્ત ખેતી જૈવિક ખેતી અને કુદરતી ખેતીને પ્રાધાન્ય આપતા ખેડૂતોએ આવી પદ્ધતિઓ અપનાવવા ભલામણ કરી હતી.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડબ્રહ્મા ના વૈજ્ઞાનિક ડો. સંજય ભાઈ આચાર્ય સાહેબ દ્વારા હાજર ખેડૂતોને સોલાર ટ્રેપ નો ડેમો બતાવી તેમના ફાયદાઓ સમજાવવામાં આવ્યા હતા અને તેની સાથે ખેડૂતે ખેતી ખર્ચ બચાવવા માટે આવા જૈવિક અને કુદરતી કીટ નાશક ને અપનાવવા જોઈયે જેથી પર્યાવરણ ને પણ નુકસાન ના થાય અને પર્યાવરણ ને સંતુલિત રાખતું જીવન ચક્ર જળવાઈ રહે..
ત્યાર બાદ રિલાયન્સ ફાઉન્ડેશન ના વ્રજલાલ રાજગોર વર્ષા મહેતા દ્વારા હાજર લાભાર્થીઓને સોલાર ટ્રેપ નું વિતરણ કરવામાં આવ્યું હતું..
અને કે.વી.કે કેમ્પસ માં કરેલા વિવિધ ડેમો ની ખેડૂતોને વિજીટ કરાવવામાં આવી અને માહિતી આપી હતી જેમાં અળસિયાનું ખાતર બનાવવા માટે વર્મિ કંપોસ્ટ યુનિટ ની મુલાકાત કરી ખેડૂતોએ માહિતી મેળવી હતી.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા કે.વી.કે ખેડબ્રહ્માના મુખ્ય અધિકારી જે આર પટેલ સાહેબ નું માર્ગદર્શન રિલાયન્સ ફાઉન્ડેશન ના મોનીટરીંગ સેલ ના સભ્ય બિમલ ભાઈ પટેલ જિલ્લા પ્રોગ્રામ મેનેજર મુકેશ કલાલ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર વર્ષા મહેતા જયરામ દેસાઈ નરોત્તમ લાલભાઈ ટ્રસ્ટ ના કો ઓર્ડીનેટર કનુભાઈ લકુમ હાજર રહ્યા હતા.
જેમાં કે.વી.કે ની ટીમ રિલાયન્સ ફાઉન્ડેશન ના પીએફ અને નરોત્તમ લાલભાઈ સંસ્થાના સી.આર.પી ઓની મહેનત થી કાર્યક્રમ સફળ રહ્યો હતો.