*કચ્છ ની પાવન ભૂમિ પર પધારેલા ભારત સરકારના કેન્દ્રિય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા, અને યુ.પી.ના કેબિનેટ મંત્રી શ્રી સ્વતંત્ર દેવ સિંગ એ જાહેરસભા સંબોધી ગાંધીધામ બીજેપી ના ઉમેદવાર શ્રીમતી માલતીબેન મહેશ્વરી ને જંગીબહુમતી થી વિજયી બનાવવા પ્રજા સમક્ષ કર્યું આહવાન*

 

ગાંધીધામ અંબેધામ મધ્યે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીમતી માલતીબેન મહેશ્વરી ની જાહેરસભા યોજવામાં આવી જે કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ભારત સરકારના કેન્દ્રિય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા અને ઉતર પ્રદેશ સરકારના કેબિનેટ મંત્રીશ્રી સ્વતંત્ર દેવ સિંગ , અરજણભાઇ,દેવજીભાઈ ,નરેન્દ્રસિંહજી, ધનજીભાઈ, પંકજભાઈ વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

કચ્છી પાઘડી અને સાલ વડે પધારેલા મહેમાનો શ્રી મનસુખભાઈ માંડવીયા (સ્વાસ્થ્ય મંત્રીશ્રી), ઉતર પ્રદેશ સરકારના મંત્રીશ્રી સ્વતંત્ર દેવ સિંગ, નું સન્માન શ્રીમતી માલતીબેન મહેશ્વરી ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

આમ ગાંધીધામ ભચાઉ વિસ્તાર ના વિવિધ સમાજના લોકો નો એક વિશાળ સમૂહ જોડાયો હતો જેમાં અલગ અલગ સમાજો ની બહનો દ્વારા દેશભક્તિ ના ગીતો ના સાંસ્કૃતિક કાર્યક્રમ ના માધ્યમ થી સૌ દેશભક્તિ ની એક મિશાલ પૂરી પાડી હતી.

 

શ્રી મનસુખભાઈ માંડવીયા સભા સંબોધતા કહ્યું હતું કે મોદી સાહેબના નેતૃત્વમાં ભારત વિશ્વસ્તરે ડંકો વગાડ્યો છે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ભરોસાની સરકાર છે દેશ હિત માટે કાર્યો કરતી સરકાર છે આવનારા સમયમાં વિવિધ વિકાસના કાર્યો આ સરકારે કરવાના છે માટે ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર શ્રીમતી માલતીબેન મહેશ્વરી ને પ્રચંડ બહુમતી સાથે વિજયી બનાવી અને રાષ્ટ્રીય હિત માટે મતદાન કરવા પ્રેરિત કર્યા હતા અને ગાંધીધામ ભચાઉ વિસ્તારમાં આગામી મતદાનના પર્વ માં સો ટકા મતદાન થાય એ માટે સંગઠનના કાર્યકરો અને પ્રજાજનો અપીલ કરી હતી.

ભારતીય જનતા પાર્ટી ગાંધીધામ અને ભચાઉ વિસ્તારના પ્રમુખશ્રીઓ, હોદેદારો અને સમગ્ર કાર્યકરોના અને મહિલા મોરચા ના સાથ અને સહકાર સાથે જાહેર સભાના કાર્યક્રમ નો ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું.