જામનગરમાં ટેન્કરમાં બૉમ્બ મૂકી મોકડ્રીલ યોજી તંત્રની સતર્કતા અને સજ્જતા ચકાસવામાં આવી.
જીએનએ જામનગર: ટેન્કરમાં બૉમ્બ હોવાની જાણ થતાં જ બૉમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, 108, ફાયર બ્રિગેડ તથા જિલ્લા પોલીસે ઘટના સ્થળે પહોંચી બૉમ્બ ડિસ્પોઝની કામગીરી હાથ ધરી હતી.
વિઓ: જિલ્લા તંત્રની સજ્જતા અને સતર્કતા ચકાસવા જામનગર રાજકોટ હાઇ-વે પર ફલ્લા ગામ પાસે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શીવ શક્તિ હોટલ ખાતે અગ્રવાલ રોડલાઇન્સ પ્રા.લી. નું ટેન્કર થોડી વાર માટે રોકાયું હતું.વિરામ બાદ ડ્રાઈવર દ્વારા ટેન્કરની તપાસ કરતા કોઈ વિસ્ફોટક જેવી વસ્તુ તેના ધ્યાને આવતા તેણે અગ્રવાલ રોડલાઇન્સ પ્રા.લી. ના ભાવનાબેન કારિયાને તાત્કાલિક મોબાઈલ દ્વારા જાણ કરી હતી.
ભાવનાબેન કારિયા દ્વારા તુરંત જામનગર જિલ્લા કલેક્ટરશ્રી ડો.સૌરભ પારઘી તથા જામનગર જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલુને આ બાબતની મોબાઈલ દ્વારા જાણ કરવામાં આવી હતી. અને ત્યારબાદ અધિકારીશ્રીઓએ ત્વરિત કાર્યવાહી હાથ ધરતાં પોલીસ, બોમ્બ સ્કૉડ, ડોગ સ્કૉડ, ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી 108 ને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જવાના આદેશ આપ્યા હતા.અને અગ્રવાલ રોડલાઇન્સ પ્રા.લી. ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. બોમ્બ સ્કોડ અને ડોગ સ્કૉડ દ્વારા ટેન્કરની ફરતે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં એક જગ્યાએ વિસ્ફોટક જેવી વસ્તુ નજરે પડી હતી.
બોમ્બ સ્કોડ દ્વારા તાત્કાલિક આ વિસ્ફોટને નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો. અને અંતમાં બોમ્બ સ્કૉડ દ્વારા આ સમગ્ર કવાયતને મોકડ્રિલ જાહેર કરાતા તંત્રએ હાસકારો અનુભવ્યો હતો.આ મોકડ્રિલ ધ્રોલ પોલીસ, SOG, LCB, પચકોશિ A ડિવી.નો સ્ટાફ અને ઇમરજન્સી 108 આ તમામ લોકોનો સાથ સહકાર આપવા બદલ અગ્રવાલ રોડલાઇન્સ પ્રા.લી. દ્વારા તમામનો આભાર વ્યક્ત કરાયો હતો. મોકડ્રિલ ના આ કાર્યક્રમ માટે ડાયરેક્ટર શ્રી પ્રણવભાઈ અગ્રવાલ, ભાવનબેન કારિયા(HSSE HEAD).અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.