“વી-વિમેન એમ્પાવરમેન્ટ ઓફ કર્ણાવતી ક્લબ” દ્વારા “ફન્ટાસ્ટીક એક્વાટિક”ની અનોખી સ્પર્ધાનું કરાયું આયોજન
જીએનએ અમદાવાદ: કર્ણાવતીની “વી-વુમન એમ્પાવરમેન્ટ” કમિટીના ચેરપર્સન હિતા એનજી પટેલ દ્વારા જુદા-જુદા પ્રકારની ઈવેન્ટનું આયોજન અવાર નવાર કરવામાં આવે છે. ત્યારે આ વખતે ફન અને ગેમ્સની સાથે સાથે હેલ્થને ધ્યાનમાં રાખી ફન્ટાસ્ટીક એક્વા સ્પર્ધા યોજવામાં આવી હતી. આખા ઈવેન્ટમાં મેન સ્પોન્સર તરીકે “ડીકેથલોન” રહ્યું હતું.
આ ઈવેન્ટને મોડરેટેડ સુનિતા ચૌહાણ કન્વીનર વી કમિટી તથા બાની છાપરા મેમ્બર વી કમિટીએ કરી હતી. 60 હજારના વર્થ ઓફ પ્રાઈઝીઝ આપવામાં આવ્યા હતા. જેમાં 3000 હજારની વિવિધ પ્રકારની ચીજ વસ્તુઓની ગિફ્ટ કોમ્પ્લિમેન્ટ્રી બેગ સાથે તમામ સ્પર્ધકોને આપવામાં આવી હતી. જેમાં મહિલાઓને જુદી-જુદી કેટેગરીમાં 5 ગેમ રમાડવામાં આવી હતી. દરેક ગેમમાં વિનર, ફર્સ્ટ રનર-અપ અને સેકન્ડ રનર-અપને ઇનામ આપવામાં આવ્યા હતા.
આ અંગે વધુમાં જણાવતા વી કમિટીના ચેરપર્સન હિતા એન.જી. પટેલે કહ્યું હતું કે, “ફન્ટાસ્ટીક એક્વાટીક ઈવેન્ટ વી વુમન એમ્પાવરમેન્ટના મેમ્બર અને ગેસ્ટ માટે ઓયોજિત કરાઈ હતી. એક્વા બેનિફીટ વિશે લોકો જાણી શકે અને તેનો અનુભવ કરી શકે તે માટે ખાસ આ આયોજનનો વિચાર કર્યો હતો. જેમાં જુદી-જુદી એક્વા પ્રવૃત્તિથી હેલ્થને લગતા બેનિફિટ પણ થાય છે જેમ કે, ની ઈન્જરી, સોલ્ડર ઇંજરીમાં પણ કસરત મળતા ખૂબ જ કારગત સાબિત થઈ શકે છે તેવી જ રીતે અન્ય ફાયદાઓ પણ છે. જેથી ફન સાથે હેલ્થનું ધ્યાન રહે તે માટે આ સ્પર્ધાનું આયોજન વિચાર્યું અને સફળ રીતે આ સ્પર્ધા પૂર્ણ થઈ હતી.”