તાજેતરમાં જ એક પ્રસંગ કોઈ અંગ્રેજી મેગેઝિનમાં વાંચવા મળ્યો એ અહીં શેર કરું છું. મને ખાતરી છે કે એ વાંચ્યા પછી નાનકડાં યુક્રેનની આવી તાકાત વિશે તમને પણ આશ્ચર્ય નહીં થાય.
“હું બોમ્બ શેલ્ટરમાંથી નીકળ્યો અને ત્યાં બહાર જ એક કાર જોઈ. એના ઇગ્નિશનમા ચાવી પણ હતી. મેં બે કલાક સુધી એ કારને જોયા કરી, એના માલિકની રાહ જોઈ, પણ કોઈ આવ્યું નહીં. મારી ધીરજ ખૂટી રહી હતી. છેવટે મેં મારાં ફેમીલીને એ કારમાં બેસાડ્યું અને વિનિસ્ટા ખાતે મારા સબંધીને ત્યાં સલામત જગ્યાએ હંકારી ગયો.
કારમાં આમતેમ જોતાં એક ફોન નંબર મળ્યો , માલિકનો જ હશે એમ માનીને મેં ફોન લગાવ્યો. : “માફ કરજો ! મેં તમારી કાર ચોરી છે, પરંતુ એના કારણે મારું ફેમિલી બચી ગયું છે.”
સામેથી જવાબ મળ્યો: “ થેંક ગોડ ! ચિંતા ન કરો! મારી પાસે ચાર કાર છે. હું મારાં કુટુંબીજનોને લઈને જીપમાં નીકળ્યો એ પહેલાં બાકીની ચારેય કારમાં પેટ્રોલ ટેંક ફૂલ કરીને, ઈગ્નીશનમાં ચાવી અને ડેશબોર્ડ પર મારો નંબર મૂકી શહેરના જુદા જુદા વિસ્તારોમાં મૂકીને નીકળ્યો હતો. “
“મને ચારે કાર લઈ જનારાના ફોન આવી ગયા છે. ઈશ્વર સૌનું ભલું કરો”
આવી ઉદારતા અને માનવતા ધરાવનારી પ્રજાએ કોઈને ઝુકવાની ક્યારેય જરૂર પડે? આવા નાગરિકો હોય એ દેશ કહી શકે…- “ઝૂકેગા નહીં…”
#ashishkharod