વડિયા પોલીસ સ્ટેશન માં શાંતિ સલામતી ની બેઠક યોજાઈ

નવ નિયુક્ત પીએસઆઈ ચાવડા દ્વારા બોલવાઈ બેઠક

 

અમરેલી જિલ્લા ના છેવાડા ના તાલુકા મથક એવા વડિયા માં છેલ્લા થોડા સમય માં ક્રાઇમ નુ પ્રમાણ વધતા જિલ્લા પોલીસ વડા દ્વારા નવ નિયુક્ત પીએસઆઇ ચાવડા ને વડિયા નુ સુકાન સોંપતા તેમના દ્વારા આવનારા સમય માં રમજાન ઈદ અને પરશુરામ જયંતિ ના તહેવાર આવતા હોય ત્યારે હિન્દૂ – મુસ્લિમ લોકોમાં ભાઈ ચારા થી તહેવાર ઉજવવામાં આવે અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે મિટિંગ બોલવાઈ હતી.

જેમાં હિન્દૂ સંગઠનના આગેવાનો,મુસ્લિમ સમાજ ના આગેવાનો,વેપારી આગેવાનો, પત્રકારો સહીત ના એ હાજરી આપી હતી. આ ઉપરાંત નવ નિયુક્ત પીએસઆઇ ચાવડા દ્વારા આગેવાનો ને પોતાનો નંબર આપી કોઈ અસામાજિક પ્રવુતિ, દારૂ, જુગાર, સટ્ટા, દાદાગીરી જેવી ઘટનાઓ કે પ્રવુતિ ની જાણ કરવા પણ અનુરોધ કર્યો હતો સાથે વડિયા માં સુલેહ શાંતિ જળવાય અને કોઈ ક્રાઇમ બાબત ની ઘટનાઓ ના બને તે માટે સતત કાર્યશીલ રહેવાની ખાત્રી આપી હતી.

 

રિપોર્ટર:- હિરેન ચૌહાણ