😋નો… નો.. મોમ યુ લાયર.. ઘીસ ઈઝ ચકલી..તે સ્પેરો નથી. તે કેમલ નથી ઊંટ છે. મમ્મા યુ આર સો સ્ટુપીડ..
🙄જેલ એન્ ઝીલ ને અડફેટે લઈને રીંછ એકલુ ફરવા ચાલ્યુ છે.. હમ્પટી ડમ્પટી મ્હો વકાસી જોઈ રહ્યા છે.
ભાભો ગૌરવભેર ઢોર ચારી રહ્યો છે.. લીટલ સ્ટાર ઝાંખા પડી રહ્યા છે. બાળ કવિતા મોટી થઈ રહી છે..
😁ડોક્ટર માફ કરજો પણ મારુ કિડ કોઈ અજબ ભાષા બોલી રહ્યુ છે.. મને તેની ઘણી ચિંતા થાય છે..
બેન એ જે બોલે છે એને માતૃભાષા કહેવાય ડરવાની જરુર નથી..
😄દાદુ… તમે જે ભાષામા લખો છો એ ભાષા હુ પણ શીખવાનો છુ સો પ્રાઉડ… અને આલા દરજ્જાના સાહિત્યકારની આંખમા પાણી ઘસી આવ્યા
😊ખાટલામા પડી પડી નાભીશ્વાસ લઈ રહેલી મારી માને મે હરખભેર કહયુ : “મા.. ઓ મા.. જો તારા માટે વેન્ટિલેટર લઇને આવ્યો છુ..”
“ઉતાવળમાં ઘમણનો નથી લઈ આવ્યો ને.. માએ ફિકકુ હસતા કહયુ. મા આવી હાલતમાં પણ મજાક કરતી હતી.. પણ મને એની મજાક તથ્યહીન ન લાગી. હજી વેન્ટિલેટરનુ પેકિંગ ખુલ્યું નહોતુ.. મને મારી માતૃભાષા ઉપર ભરોસો છે. મારા ભાઈઓ ઉપર નહી. એ લોકોએ જ મારી માનુ ગળુ રુધ્યુ છે..
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા